• Gujarati News
  • National
  • ગુજરાતનાં 9 શહેરોમાં હવે સસ્તું ભાડું ને વિમાનની યાત્રા

ગુજરાતનાં 9 શહેરોમાં હવે સસ્તું ભાડું ને વિમાનની યાત્રા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉડાન યોજનાના પ્રથમ તબક્કાની એરલાઇન્સ અને રુટના નામ નક્કી થઈ ગયા છે. પ્રથમ તબક્કામાં પાંચ એરલાઇન્સ 128 રુટ પર સેવા આપશે. તેમાં ગુજરાતના અમદાવાદ, દ્વારકા, મુન્દ્રા, જામનગર, પોરબંદર, ભાવનગર, સુરત, દીવ અને કંડલા સામેલ છે. ઉપરાંત પુડ્ડુચેરી,સિમલા જેવા શહેરો પણ સામેલ છે જ્યાં પહોંચવા માટે અત્યાર સુધી ઓછી ફ્લાઇટ છે. તમામ રુટ પર એક કલાકની ફ્લાઇટનું મહત્તમ ભાડું 2500 રૂપિયા રહેશે. નાગરિક ઉડ્ડયન સચિવ આર.એન.ચૌબેએ ગુરુવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે કોઈ પણ ફ્લાઇટમાં 50 ટકા સીટ માટે મહત્તમ ભાડું 2500 રૂપિયા રાખવું પડશે. ઉડાન સ્કીમ હેઠળ એરલાઇન્સ 19થી 78 બેઠકો ધરાવતા વિમાનનો ઉપયોગ કરશે. પહેલી ફ્લાઇટ આવતા મહિનેથી શરૂ થવાની શક્યતા છે. તમામ ફ્લાઇટ આગામી સપ્ટેમ્બર સુધીમાં શરૂ કરવાની યોજના છે. પ્રસંગે ઉડ્ડયન પ્રધાન અશોક ગજપતિ રાજુ અને રાજ્યકક્ષાના ઉડ્ડયન પ્રધાન જયંત સિંહા પણ ઉપસ્થિત હતા. રાજુએ જણાવ્યું હતું કે રુટ પર કુલ 13 લાખ બેઠકો ઉપલબ્ધ રહેશે. સ્કીમમાં રોકાણ અને રોજગારીમાં ઘણો ફાયદો થશે. યોજના હેઠળ પ્રવાસીઓને કોઈ પણ પ્રકારનો એરપોર્ટ ચાર્જ ચૂકવવો પડશે નહીં.

...અનુસંધાન પાનાં નં.8



ઉડાન યોજના હેઠળ એરલાઇન્સને થનારા નુકસાનની ભરપાઈ સરકાર કરશે. ઉડ્ડયન સચિવના જણાવ્યા અનુસાર 80 ટકા સબસિડી રાજ્ય સરકાર અને બાકીની કેન્દ્ર સરકાર આપશે.

પાંચ એરલાઇન્સ ફ્લાઇટ શરૂ કરશે

એરલાઇન અલાઇડ સર્વિસિસ સ્પાઇસ જેટ ટર્બો મેઘા એરવેઝ એર ડેક્કન એર ઓડિશા

એપ્રિલથી હેન્ડબેગ પર ટેગીંગ-સ્ટેમ્પિંગ બંધ દિલ્હી, અમદાવાદ, મુંબઈ સહિત દેશના સાત મોટા એરપોર્ટ પર પહેલી એપ્રિલથી પેસેન્જરોને હેન્ડ બેગ પર ટેગીંગ અને સ્ટેમ્પિંગ મુકાવવાની કડાકૂડથી મુક્તિ મળશે. જે અન્ય એરપોર્ટ પર નિયમ લાગૂ પડશે તેમાં બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા અને કોચીનો સમાવેશ થાય છે. સીઆઇએસએફના ડિરેક્ટર જનરલ ઓપી સિંહે જણાવ્યું હતું કે નવી વ્યવસ્થા શરૂ કરવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.

‘ઉડાન’ના પ્રથમ તબક્કાની જાહેરાત, એક કલાકની ફ્લાઇટ માટે ~2500 ભાડંુ: કોઈ પણ પ્રકારનો એરપોર્ટ ચાર્જ ચૂકવવો નહીં પડે

ઉડાન હેઠળના ગુજરાતના રુટ પર ફ્લાઇટ

અમદાવાદ,દ્વારકા, મુન્દ્રા, જામનગર, પોરબંદર, ભાવનગર, સુરત, દીવ, કંડલા રુટ પર ત્રણ વર્ષ સુધી એરલાઇન્સનો એકાધિકાર સરકારના જણાવ્યા પ્રમાણે એરલાઇન્સને જે પણ રુટ ફાળવવામાં આવ્યા છે ત્યાં તેમનો ત્રણ વર્ષ સુધી એકાધિકાર રહેશે. 11 કંપનીઓએ 200 રુટ માટે 45 પ્રસ્તાવ રજૂ કર્યા હતા. પહેલા તબક્કામાં 70 એરપોર્ટ પર ફ્લાઇટ શરૂ કરવાનો પ્રસ્તાવ છે.

એપ્રિલથી હેન્ડબેગ પર ટેગિંગ બંધ

દિલ્હી, અમદાવાદ, મુંબઈ સહિત સાત એરપોર્ટ પર પહેલી એપ્રિલથી પેસેન્જરોને હેન્ડ બેગ પર ટેગિંગ અને સ્ટેમ્પિંગમાંથી મુક્તિ મળશે. અન્ય એરપોર્ટમાં બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા, કોચીનો સમાવેશ છે.

અન્ય સમાચારો પણ છે...