તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યુઝરની રમૂજ : હું મંગળ પર ફસાયો છું, સુષ્માનો જવાબ : ઇન્ડિયન એમ્બેસી ત્યાં પણ મદદ કરશે

યુઝરની રમૂજ : હું મંગળ પર ફસાયો છું, સુષ્માનો જવાબ : ઇન્ડિયન એમ્બેસી ત્યાં પણ મદદ કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અન્યદેશોમાં ફસાયેલા ભારતીયોની શક્ય તેટલી તમામ મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજે ગુરુવારે ટિ્વટર પર પોતાની રમૂજ વૃત્તિનો પરચો આપ્યો હતો. હકીકતમાં થયું એમ હતું કે એક વ્યક્તિએ સુષમાજીને ટિ્વટ કર્યું હતું કે, હું મંગળ ગ્રહ પર ફસાઇ ગયો છું અને મદદ માગી હતી. જેના જવાબમાં સુષમાએ વળતા ટિ્વટમાં કહ્યું હતું કે જો તમે મંગળ ગ્રહ પર ફસાઇ ગયા છો તો ત્યાંની ઇન્ડિયન એમ્બેસી તમારી મદદ જરૂર કરશે.

કરણ સૈની નામના એક યુઝરે સુષમા સ્વરાજ અને ઇસરોને ટેગ કરીને ટિ્વટ કર્યું હતું કે હું મંગળ (માર્સ) પર ફસાયેલો છું. 987 દિવસ પહેલા મંગળયાન મારફત મોકલાયેલું ભોજન સમાપ્ત થઇ ગયું છે.

મંગળયાન-2 ક્યારે મોકલાશેω સુષમાએ ટિ્વટનો જવાબ આપતા ઉપરોક્ત ટિ્વટ કર્યુ હતું. વિદેશમંત્રી સુષમા સ્વરાજ ટિ્વટર પર મદદ માગનારા લોકો માટે હંમેશા આગળ રહે છે.

અખાતના દેશમાંથી 80 હજાર ભારતીયોને બહાર કાઢ્યા

સુષમાએસોમવારે મોદી સરકારનાં ત્રણ વર્ષ પૂરાં થવા પ્રસંગે મીડિયા સામે વિદેશ મંત્રાલયના કામકાજનું વિવરણ રજૂ કર્યુ હતું. દરમિયાન તેમણે કહ્યું હતું કે અમે અખાતના દેશોમાંથી 80 હજાર ભારતીયોને બહાર કાઢ્યા છે. સાઉદી અને યુએઈમાં સૌથી વધુ કામદારો જાય છે. સુષમાએ કહ્યું હતું લોકોને લાવવા માટે એક રૂપિયો ખર્ચાયો નહતો.

ટ્વિટર પર યુઝરની ટિખળનો વિદેશ પ્રધાને આપેલો જવાબ વાયરલ બન્યો

અન્ય સમાચારો પણ છે...