તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કલેક્ટર કચેરીના સ્ટાફના મનસ્વી વર્તનના વિરોધમાં આજથી 3 દિવસના ધરણાં

કલેક્ટર કચેરીના સ્ટાફના મનસ્વી વર્તનના વિરોધમાં આજથી 3 દિવસના ધરણાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર.રાજકોટ

રાજકોટજિલ્લા કલેક્ટર કચેરીની ઝોનલ કચેરીમાં રેશનકાર્ડ કઢાવવા, નવા નામ ઉમેરવા, નામ કમી કરવા, સ્થળાંતર કરવા સહિતના પ્રશ્નો બાબતે આવતા અરજદારો સાથે સ્ટાફ દ્વારા અસહકારભર્યું વર્તન કરી વારંવાર ધક્કા ખવડાવવામાં આવતા હોય ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ત્યારે સ્ટાફના મનસ્વી વલણના વિરોધમાં જાગૃત નાગરિક દાદુભાઇ લાંગા, અશોકભાઇ પટેલ, પ્રવીણભાઇ લાખાણી, શિવશક્તિ મહિલા મંડળના પ્રમુખ પૂજાબેન તન્ના, આશાપુરા ગરબી મંડળના પ્રમુખ રેખાબેન ડાંગર સહિત વિવિધ સંસ્થાઓના આગેવાનો દ્વારા મંગળવારથી ત્રણ દિવસના ધરણાંનો કાર્યક્રમ આપવામાં આવનાર છે. કલેક્ટર કચેરીના દરવાજે છાવણી નાખી વિરોધ પ્રદર્શિત કરવા ધૂન-ભજન, ગીત, વાર્તા, પ્રસ્તાવો, સૂચનો રજૂ કરાશે તેમજ ઘંટડી વગાડી ધોળા દિવસે મીણબત્તી પ્રગટાવી બેદરકાર કર્મચારીઓ અને અધિકારીઓની આંખ ઉઘાડવા પ્રયાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...