તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આનંદીબેન 2017ની ચૂંટણી બાદ CM નહીં હોય !

આનંદીબેન 2017ની ચૂંટણી બાદ CM નહીં હોય !

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનામુખ્યમંત્રી આનંદીબેન પટેલે સોમવારે નવી દિલ્હીમાં ચોંકાવનારું વિધાન કરીને લોકોને વિચારતા કરી મૂક્યા છે કે 2017ની વિધાનસભા ચૂંટણી બાદ તેઓ મુખ્યમંત્રી હશે કે કેમ? નવી દિલ્હીમાં દેશભરની મહિલા ધારાસભ્યો અને સાંસદોની બે દિવસીય પરિષદ બાદ કેટલીક મહિલા પત્રકારો સાથેની વાતચીતમાં આનંદીબહેને કહ્યું કે ‘80ની વય પાર કર્યા બાદ હું અત્યારની જેમ સક્રિય રહી શકું. હું દ્રઢપણે માનુ છું કે, યુવાનોને તક આપવી જોઈએ. યુવા નેતાઓએ આગળ આવવું જોઈએ અને જવાબદારી સંભાળી લેવી જોઈએ.’ હાલ 75 વર્ષની વય ધરાવતા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કરેલા નિવેદનથી ગુજરાતના રાજકીય અને ખાસ કરીને ભાજપના વર્તુળોમાં તરેહ તરેહના અર્થઘટનોની ચર્ચા થવા માંડી છે. તેમના ભાવિ કાર્યક્રમો વિષે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો હતો. તાજેતરમાં તેમની પુત્રી અનાર પટેલ સામે તેના વ્યાવસાયિક સાથીને ગીરમાં અત્યંત સસ્તા ભાવે સરકારી જમીન ફાળવી દેવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા. મામલે દેખીતી રીતે પોતાની પુત્રીનો બચાવ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, મારી પુત્રીએ કશું ખોટું કર્યું નથી. તેણે મારા હોદ્દાનો ક્યારેય કોઈ ગેરલાભ ઉઠાવ્યો નથી. તેમણે પણ કહ્યું કે, સક્રિય રાજકારણમાં પ્રવેશવાનો અનાર પટેલનો કોઈ ઈરાદો નથી. તે સમાજ સેવાને વરેલી છે. ‘તમે જુઓ એણે કેટલા બાળકોને શિક્ષણ અપાવ્યું છે, કેટલીય મહિલાઓને આર્થિક મદદ કરી છે. બધા મુખ્યમંત્રીઓના સંતાનો વિષે તપાસ કરો અને અનારની જિંદગી ચકાસો.’

નવી દિલ્હીમાં મુખ્યમંત્રીએ કહ્યું કે હું 80 વર્ષની છું, ત્યારબાદ હું સક્રિય રહી શકું, ‘મારી પુત્રી અનારને રાજકારણમાં કોઈ રસ નથી’

અન્ય સમાચારો પણ છે...