• Gujarati News
  • National
  • ડોકલામ મુદ્દે ચીનનું વર્તન મગજ વગરના કિશોર જેવું: અમેરિકી તજ્જ્ઞ

ડોકલામ મુદ્દે ચીનનું વર્તન મગજ વગરના કિશોર જેવું: અમેરિકી તજ્જ્ઞ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતનું વર્તન પરિપકવ દેશ જેવું હોવાનું કહ્યું

અમેરિકાનીનૌકાદળ વૉર કોલેજમાં પ્રોફેસર જેમ્સ આર. હોમ્સે કહ્યું હતું કે ડોકલામ વિવાદમાં ભારત પરિપકવ શક્તિની જેમ વર્તન કરે છે જ્યારે ચીન કોઈ મગજ વગરના કિશોર જેવું વર્તન કરે છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી નવી દિલ્હીથી બધું બરાબર થઈ રહ્યું છે. તેઓ વિવાદમાં પીઠ બતાવીને ભાગ્યા નથી અને ચીનની જેમ વાત વધારીને નિવેદન આપ્યાં નથી. ચીન પોતાના સૌથી મોટા પડોશી દેશ સાથે સરહદનો વિવાદ શા માટે ચાલુ રાખવા માંગે છે તે આશ્ચર્યની વાત છે. જો ચીન દરિયાઈ ક્ષેત્રોમાં આક્રમકતા બતાવવા માંગતું હોય તો તેણે પોતાની જમીનની સરહદો એટલી સુરક્ષિત કરવી જોઈએ કે જેથી પડોશીઓ દ્વારા બતાવાતી જમીની આક્રમકતાની તેને કોઈ ચિંતા કરવી પડે. હોમ્સે કહ્યું કે ખર્ચ અને લાભની કસોટી પર જોવામાં આવે તો હિમાલયમાં ભારત સાથે વેર રાખવું તર્કસંગત નથી.

પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ સમારંભમાં ચીની ટીમ

ઈસ્લામાબાદઃચીનના નાયબ વડાપ્રધાન વાંગ યાંગના નેતૃત્વમાં ચીનનું એક પ્રતિનિધિમંડળ 14 ઓગસ્ટે પાકિસ્તાનના 70મા સ્વતંત્રતા દિવસ સમારંભમાં ભાગ લેશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ખાસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આગ્રહ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...