• Gujarati News
  • National
  • જીએસટી હેઠળ જુલાઈનું રિટર્ન 20 ઓગસ્ટ સુધીમાં ફાઈલ કરવું ફરજિયાત

જીએસટી હેઠળ જુલાઈનું રિટર્ન 20 ઓગસ્ટ સુધીમાં ફાઈલ કરવું ફરજિયાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રદેશમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ થયો છે. જીએસટીમાં માઈગ્રેટ થવા માટે તા. 30 સપ્ટેમ્બર સુધીની મુદત વધારાઈ છે. જીએસટી હેઠળ જુલાઈ મહિનાનું રિટર્ન તા. 20 ઓગસ્ટ સુધીમાં ફાઈલ કરવાનું રહેશે. હજુ વેટમાં રજિસ્ટર્ડ થયેલ વેપારીઓ પૈકી ઘણાં વેપારીઓ જીએસટીમાં માઈગ્રેટ થયા નથી અને તેમને રિટર્ન ફાઈલ કરવામાં હાલાકી પડી રહી છે. સંજોગોમાં માઈગ્રેટ થયેલ વેપારીઓને રિટર્ન ફાઈલ કરવા માટે તા.20 ઓગસ્ટ પહેલાં માઈગ્રેટ થવું ફરજિયાત રહેશે. કાયદા અંતર્ગત તા. 30 સપ્ટેમ્બર સુધી માઈગ્રેશનની મુદત વધારાઈ છે તે બાબતને ધ્યાનમાં લેતાં રિટર્ન ફાઈલ કરવા માટેનો સમય પણ વધારવો જોઈએ, તેવું વ્યાપારી વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

જીએસટીમાં માઈગ્રેટ થવા માટે તા. 30 સપ્ટેમ્બર સુધીની મુદત વધારાઈ છે. પરંતુ જે વેપારીઓ માઈગ્રેટ થયા હોય તે વેપારીઓને લોગઈનમાં રિટર્ન ફાઈલ કરવા માટે કોઈ જોગવાઈ નથી. તા. 29 જુલાઈથી તા. 2 ઓગસ્ટ દરમિયાન 15 દિવસના સમયગાળામાં માઈગ્રેટ થવા માટે અરજી કરવામાં આવી છે. પરંતુ નવી અરજીઓમાં વેબસાઈટ પર ‘પાન’ હયાત હોવાનું સ્ટેટસ દર્શાવતું હોવા છતાં જીએસટીએનમાં ‘પાન- એરર’ આવે છે અને ટેકનીકલ કારણોસર નવા નંબર જનરેટ થતા નથી.

અન્ય સમાચારો પણ છે...