Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તુર્કીમાં વિકીલિક્સ પર પ્રતિબંધ, શિક્ષણવિદ્દો વિદેશ નહીં જઈ શકે
તુર્કીમાંરાષ્ટ્રપતિ એર્દોગને સખત પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. બળવાના નિષ્ફળ પ્રયાસ પછી પહેલી વાર તેઓ મંગળવારે મોડી રાત્રે રાજધાની અંકારા પહોંચ્યા હતા અને બુધવારે પહેલી વાર રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકનું નેતૃત્વ કર્યું હતું. એર્દોગને તુર્કીમાં વિકીલિક્સ સામે પ્રતિબંધ લાદી દીધો છે અને આશરે 50,000 શિક્ષણવિદના વિદેશ જવા સામે પણ પ્રતિબંધ લાદી દીધો છે. બળવાના નિષ્ફળ પ્રયાસના સંદર્ભમાં 50,000થી વધુ અધિકારીઓને બરતરફ કરી દેવામાં આવ્યા છે. સરકારે બધા ધર્મનિરપેક્ષ અને એર્દોગન વિરોધી સરકારી અને ખાનગી કર્મચારીઓ પર સકંજો કસવાનું શરૂ કરી દીધું છે.
વિકીલિક્સે નિષ્ફળ બળવા વિશે એક દિવસ પહેલાં એર્દોગનની પાર્ટી એકે સાથે સંબંધિત આશરે 30,000 ઇ-મેલ જારી કર્યા છે. તેમનું કહેવું હતું કે તેની પાસેના 50,000 ઇ-મેલમાંથી છે. ઇ-મેલ 2010થી માંડીને ચાલુ વર્ષની છઠ્ઠી જુલાઇ સુધીના છે. ઇ-મેલ શાસન ઊથલાવવાના પ્રયાસ કરતા પહેલા હાંસલ કરાયા હતા. તેમાંથી મોટા ભાગના ઇ-મેલ નિષ્ફળ બળવાના રહસ્યનો ઘટસ્ફોટ કરી શકે છે.
કુર્દ વિદ્રોહીઓ પર હુમલો, 250નાં મોત
એર્દોગનસમર્થકોએ બુધવારે ઇસ્તંબુલના તકસીમ ચોક પર ગુલેનની નનામી કાઢી હતી. તુર્કીના એફ-16 લડાયક વિમાનોએ ઉત્તર ઇરાકમાં ઘૂસીને કુર્દ બળવાખોરોના અડ્ડાઓ પર કરેલા હવાઇ હુમલમાં 250 લોકો માર્યા ગયા છે.