Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસશે
રાજ્યમાંહાલ દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફ પવનની દિશા ચાલી રહી છે. ત્યારે આગામી 4-5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન સામાન્ય વરસાદ આવે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે શહેરોનું મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. જ્યારે રાજકોટનું મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી તેમજ લઘુતમ તાપમાન સામાન્ય કરતા 25.0 ડિગ્રી નોંધાયું હતું.
દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બુધવારે દિવસભર ધુપછાવ વાતાવરણ વચ્ચે હળવા-ભારે ઝાપટાં વરસતા રહ્યા હતા. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. બીજીબાજુ અષાઢ માસ અડધો વિતી ગયો હોવા છતાં આભમાંથી અનરાધાર અમી વરસતાં લોકહૈયે ચિંતાના વાદળો ઘેરાયા છે. આવા સંજોગો વચ્ચે હજુ પણ હળવા ઝાપટાં આગામી દિવસોમાં વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.