તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તુવેરદાળના ભાવમાં ઘટાડો, તેલ બજાર સ્થિર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુવેરદાળના ભાવમાં ઘટાડો, તેલ બજાર સ્થિર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રૂઅને કપાસ બજારમાં માલની અછત સામે ખરીદી નીકળતા ભાવ છેલ્લા ત્રણ વર્ષની ટોચ પર પહોંચી ગયા હતા. તુવેરદાળમાં સરકારના પગલાં અને આયતી માલના કારણે ભાવમાં ઘટાડો નોંધાય રહ્યો છે. સિંગતેલ સહિત સાઇડ તેલ બજાર સ્થિર રહી હતી.

તુવેરદાળના ભાવમાં ઘટાડો થાય હતો, ક્વિન્ટલે રૂ.300-700નો ઘટાડો થયો હતો. સરકારે વિદેશથી મોટા પ્રમાણમાં તુવેરદાળ આયાત કરવાનું જાહેર કરતા સ્થાનિક બજારમાં બ્રાંડવાળાઓએ ભાવમાં ઘટાડો કર્યો છે. રેંટિયો તુવેરદાળ ક્વિન્ટલે રૂ.300નો ઘટાડો થતાં ભાવ 14700 અને વાસદમાં રૂ.700નો કડાકો બોલતા ભાવ 13200-13400 થયા હતા. પરિમલ ચોખાના ભાવમાં રૂ.200નો ઘટાડો થતા ભાવ 2600-3400 થયા હતા.

રૂ અને કપાસ બજારમાં મજબૂતી રહી હતી, રૂના ભાવ 48000 અને કપાસના જનરલ ભાવ 1200-1375 બોલાતા હતા. ખેડૂતોએ કપાસનું ગામડે બેઠા 1325-1350 અને જિન પહોંચ રૂ.1345-1370ના ભાવે વેચાણ કર્યું હતું. ખાંડ બજારમાં અંડર ટોન મજબૂત હતો, રાજકોટમાં 600 ગુણીના કામકાજ થયા હતા. સિંગતેલ 15 લિટરનો ભાવ 2125 અને કપાસિયા તેલ રિફાઇન ટીન રૂ.1180-1200 ઉપર સ્થિર હતું.

એરંડા બજારમાં નરમ ટોન હતો, સપ્ટેમ્બર એરંડા વાયદો રૂ.13 ઘટી 3552 ઉપર બંધ રહ્યો હતો, જ્યારે હાજરના ભાવ 32 ઘટી 3300 બોલાતા હતા. ગુજરાત સાઇડ 30 હજાર ગુણી અને સૌરાષ્ટ્રમાં 1000 ગુણી એરંડાની આવકે ભાવ અનુક્રમે 650-660 અને 640-650 બોલાતા હતા. દિવેલ રૂ.685 રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો