તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પુરુષો કરતાં વધારે પાવરફુલ છે આજની સ્ત્રી?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુરુષો કરતાં વધારે પાવરફુલ છે આજની સ્ત્રી?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
1લી સદીમાં એક રોમન કવિ નામે કેટ્યુલસે કહેલું કે જ્યારે સ્ત્રી કહે કે ‘આઈ લવ યુ.’ તેના બોલને તમે નદીના વહેતા જળ ઉપર લખજો અને જળ મળે તો હવામાં લખજો. જળ વહી જાય છે, હવા ઉડી જાય છે. સ્ત્રી તેના મા-બાપ પરણાવે ત્યાં પરણી જાય છે. અગર 21મી સદીની સ્ત્રી વ્યવહારુ થઈને પ્રેમીને પડતો મુકીને હવા ખાતો કરી બીજે પરણી જાય છે. આજે 2016માં સ્ત્રી હવે અબળા નથી રહી. ગયે વરસે મેં લખેલુ કે 21મી સદીમાં સ્ત્રી ખરો ભાયડો છે. ન્યુયોર્ક ટાઇમ્સમાં 28-6-2016 અંકમાં છપાયું હતું કે માત્ર કોઈ લેખકો, કવિઓ કે સમાજશાસ્ત્રીઓ કહેતા નથી પણ હવે વિજ્ઞાન પણ કહે છે કે સ્ત્રીમાં સ્ત્રૈણ ગુણો ઓછા થતા જાય છે અને સ્ત્રી હવે ભાયડા જેવી બનતી જાય છે. વૈજ્ઞાનિક રીતે વાત ત્યારે પુરવાર થઈ જ્યારે ઓલિમ્પિક્સ રમતોમાં ભાગ લેવા માટે ગોપાલપુર (બિહાર)ની મિસ દુત્તીચંદ જેને વિશ્વ ઓલિમ્પિક્સમાં 100-200 મીટરની દોડમાં ભારત તરફથી પસંદ કરાઈ.

પણ ત્યારે એક અડચણ આવી કે યુરોપ- અમેરિકામાં ઘણા પુરુષો સ્ત્રૈણ હતા તે ‘સ્ત્રી’ હોવાનો લાભ લેવા સ્કર્ટ અને બ્રેઝીયર પહેરતા હતા. આવી શંકા ભારતની દુત્તીચંદ માટે જાગી અને તેના હોર્મોન્સ તપાસવાની તરખડ આવી. દુત્તીચંદ દિલ્હીની કોલેજમાં ભણતી હતી. રોજ દિલ્હીથી પંજાબ જવા પાંચ કલાકની બસની મુસાફરી કરી 100 મીટર દોડની પ્રેક્ટિસ કરતી હતી. તેણે એક નવું તૂત જોયું- અનુભવ્યું. તેને કહેવામાં આવ્યું કે ‘‘મિસ દુત્તી તારો યુરીન અને બ્લડનો ટેસ્ટ તેમ હોર્મોન તપાસવા પડશે. દુત્તીએ અગાઉ 18ની ઉંમરે પુરુષ બરોબરી થવા ભગીરથ પ્રયાસ કરેલો. પહેલા તાઇવાનના શહેર તાઈપેઈમાં તે રમતગમતની સ્પર્ધા સારું કૌવત દેખાડી ગયેલી. દુત્તીના મા-બાપને આશા હતી કે દુત્તી ‘લાખ્ખો’ કમાશે. તેના પિતા-માતા ઝૂંપડામાં રહે છે અને સરકારે મદદ કરેલી તે હેન્ડલુમમાં કપડા વણીને સપ્તાહના રૂ. 500થી રૂ. 600 કમાતા હતા.

પણ દુત્તીને કહેવામા આવ્યું કે તારું ‘જેન્ડર વેરીફીકેશન’ કરવુ પડશે કારણ કે તેના હોર્મોન્સમાં સ્ત્રી કરતાં પુરુષના હોર્મોન વધુ અગર તો ભારોભાર દેખાતા હતા! અને અને વધુ તપાસ થતા દુત્તીના લોહીના હોર્મોન તેને પુરુષ જેવી ગણવામાં આવી હતી. ભૂતકાળમાં બીજા દેશોની મહિલાઓ દુત્તી જેવું ફ્રસ્ટ્રેશન- નાસીપાસી અનુભવ્યું હતું.20મી સદીમાં પશ્ચિમના અને ભારતના ડોક્ટરોએ સ્ત્રીઓને દોડ, હાઈજમ્પ, લોંગજમ્પ વગેરે વીગરસ- વ્યાયામ વાળી રમતોમા ભાગ લેવા સામે પ્રતિબંધ મુકેલો. એટલા માટે કે બળુકા વ્યાયામને (Vigorous exercise) કારણે સ્ત્રીની પ્રજોત્પાદન શક્તિને ડેમેજ કરશે. તેની શક્તિ નષ્ટ થશે. યુરોપમાં વિવાદ છેક 1936માં બર્લીન ઓલિમ્પિક્સ વખતે પણ જાગેલો. મિસ હેલન સ્ટીફન્સ અને પોલેન્ડની મીસ સ્ટેલા વોલ્શની તપાસ કરતાં વિજ્ઞાનીઓએ જાહેર કરેલું કે તેમનામાં સ્ત્રૈણ કરતા પુરુષના હોર્મોન્સ વધુ છે. સ્ત્રીના આત્મસન્માનને આજકાલનું નહીં હજારો વર્ષથી હડધૂત કરાયુ છે. 1940ના દાયકામાં અમુક દેશોમાં સ્પોર્ટસ ઓથોરીટી સ્ત્રીઓને કહેતી કે તમારે ‘ફેમીનીટી સર્ટિફિકેટ’ લાવવું પડશે! પુરુષો ઉપર આવો કોઈ બોજ નખાયો નથી. એકાદ દાખલો બતાવો કે પુરુષને તેમના પુરુષત્વને સાબિત કરવું પડ્યું હોય અને સર્ટિફિકેટ લાવવા પડ્યું કે ‘તે સંપૂર્ણરીતે પુરુષ છે!’ 1952માં ઓલિમ્પિક્સની રમતોમાં રશિયા પણ ભાગ લેવા માંડ્યું ત્યારે કૌતુક થયું કે ઓલિમ્પિક્સમાં રશિયામાં સ્પોર્ટસમેનોને (સોવિયેત યુનિયનને) 71 મેડલો મળેલા તેમાં 23 મેડલો સ્ત્રી-એથ્લીટને મળ્યા હતા! પછી તો એવું જાહેરમાં ચર્ચાવા લાગ્યું (જ્યારે પશ્ચિમના દેશોને રશિયા અને તેના મિત્ર દેશો સાથે બારમો ચંદ્રમા હતા) કે પૂર્વના દેશોની ‘બળુકી સ્ત્રીઓ’ ખરેખર સ્ત્રીઓ નહોતી પણ ચુસ્ત-અતિચુસ્ત સ્પોર્ટસ વસ્ત્રો પહેરનારા પુરૂષો સ્ત્રીના નામે સ્પોર્ટ્સમાં પ્રથમ આવતા હતા.

સ્થિતિ હદે પહોંચી ગઈ હતી કે અમુક સ્પોર્ટ્સ સ્ટારોએ નગ્ન થઈને ડોક્ટરો સામે પરેડ કરીને પોતે સ્ત્રી છે તે પુરવાર કરવુ પડતું! સ્પેનની મહિલા સ્પોર્ટ્સ વુમન નામે મેરીઆ જોસ મીર્ટીનેઝ પેટ્ટીઓએ જાપાનની રમતગમતમાં 1985માં ભાગ લેવા નામ નોંધાવ્યું. પણ પછી તપાસ કરતાં મેરીઓ જોસ પેટ્ટીઓના લોહીમાં પુરુષના તત્વો દેખાયા. તેને સ્પેનની સરકારે નેશનલ ટીમમાંથી ફગાવી દીધી. તેને કોલેજમાં સ્કોલરશીપ મંજુર થયેલી તે કેન્સલ થઈ એટલુ નહીં તેણીના પુરુષ મિત્રે નહીં પણ તેની બહેનપણીઓએ તેને રીજેક્ટ કરી. દુત્તી ચંદ તો ચાર વર્ષની હતી ત્યારથી ચાર-ચાર માઈલની દોડ તેની બહેન સાથે કરતી. 7 વર્ષની થઈ ત્યારે વણકર મા-બાપે કહ્યું કે દોડવાના પુરુષનો ધંધા બંધ કર. કાપડ વણવામાં મદદ કર. પણ દુત્તીચંદ જીદ્દી નીકળી અને આજે 2016મા સ્ત્રી-પુરુષ સમાન ગણાય છે પણ અંદરખાનેથી છુપે છુપે અમુક છોકરી પુરુષને આંટી દે ત્યારે તેને ભાયડા છાપ ગણાવાય છે!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો