તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કિસાનપરામાં અકસ્માતમાં ઘવાયેલા એડવોકેટનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસાનપરામાં અકસ્માતમાં ઘવાયેલા એડવોકેટનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અજાણ્યા સ્કૂટર ચાલકની શોધખોળ

ચારદિવસ પૂર્વે કિસાનપરા ચોકમાં સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા એડવોકેટનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. નાનામવા રોડ પરની જય શક્તિ સોસાયટીમાં રહેતા એડવોકેટ ગિરિશભાઇ છગનભાઇ ગોહેલ (ઉ.વ.60) 16 જુલાઈની સાંજે એક્ટિવા ચલાવીને જતા હતા અને કિસાનપરા ચોકમાં પહોંચ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલા કોઇ એક્ટિવા ચાલકે તેમને ઠોકરે લીધા હતા. અકસ્માતમાં પોતાના અેક્ટિવા પરથી ફંગોળાયેલા ગિરિશભાઇને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને મંગળવારે રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કોર્ટમાં ડેપ્યુટી રજિસ્ટાર તરીકે નિવૃત્ત થયા બાદ ગિરિશભાઇ વકીલાતનો વ્યવસાય કરતા હતા. બનાવ અંગે પોલીસે મૃતકના પુત્ર પ્રકાશભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો