તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સ્ટોનકિલર પાસે સાગર હત્યા કેસનું રી કન્સ્ટ્રક્શન કરાવાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટોનકિલર પાસે સાગર હત્યા કેસનું રી-કન્સ્ટ્રક્શન કરાવાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિતેષ પાસેથી કબજે લેવાયેલો મોબાઇલ સાગરનો હોવાનું તેના પરિવારજનોએ ઓળખી બતાવ્યું

ક્રાઇમ રિપોર્ટર|રાજકોટ

સાગરમેવાડા, પ્રવીણભાઇ બારડ અને વલ્લભભાઇ રંગાણીને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર સ્ટોનકિલર હિતેષ દલપત રામાવતનો પોલીસે જેલમાંથી કબજો મેળવ્યા બાદ બુધવારે તેને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ પર લીધો હતો. તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બી.ટી.વાઢિયાએ જણાવ્યું હતું કે, સ્ટોનકિલર પાસે સાગરની હત્યાનું રી-કન્સ્ટ્રક્શન કરાવાયું હતું. ત્રિકોણબાગના જાહેર શૌચાલયમાં હિતેષ રામાવત લઘુશંકા કરતો હતો ત્યારે સાગર ત્યાં પહોંચ્યો હતો અને બંને વચ્ચે કેટલીક વાતચીત થયા બાદ બંને ત્યાંથી રવાના થયા હતા. જ્યુબિલી પાસે સાગરે બાઇક મૂકી દીધું હતું અને હિતેષની સાથે સ્કૂટરમાં બેસી ભક્તિનગર રેલવે સ્ટેશનના પટ્ટમાં પહોંચ્યા હતા, જ્યાં સાગરને પથ્થરના ઘા ઝીંકી હિતેષે મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યા બાદ સાગરનો મોબાઇલ લૂંટી લીધો હતો. હિતેષ પાસેથી કબજે કરાયેલો મોબાઇલ સાગરનો હોવાનું તેના પરિવારજનોએ ઓળખી બતાવ્યું હતું. પોલીસે હિતેષની પૂછપરછ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો