તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અંતે મનપાના ટ્રી ગાર્ડ આવી ગયા, આજથી વિતરણ શરૂ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંતે મનપાના ટ્રી-ગાર્ડ આવી ગયા, આજથી વિતરણ શરૂ કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમહાપાલિકા દ્વારા અપાતાં ટ્રી-ગાર્ડ દર વર્ષે ચોમાસું ચાલુ થયાના દિવસો સુધી પણ પ્રજા સુધી પહોંચતા નથી. વખતે પણ આવી હાલત થઇ છે. કોન્ટ્રાક્ટરને વર્કઓર્ડર અપાઇ ગયાને પણ ખાસો સમય થઇ જવા છતા મનપાને સપ્લાય કરવામાં આવ્યા હતા. અંતે કોન્ટ્રાક્ટરને કડક શબ્દોમાં ચેતવણી અપાતાં તાબડતોબ સ્ટોક મનપામાં મોકલી દેવાયો છે. ગુરુવારથી ટ્રી-ગાર્ડનું વિતરણ શરૂ કરી દેવાશે.

મનપાના શાસકો અને તંત્રવાહકો એકબાજુ ઘનિષ્ઠ વૃક્ષારોપણ અને શહેરને હરિયાળું બનાવવાની વાત કરે છે અને બીજીબાજુ પ્લાન્ટેશન માટે કોઇ આયોજન સમયસર થતું નથી. ખાસ કરીને ટ્રી-ગાર્ડ વિતરણમાં ઘોર વિલંબ થાય છે. ટ્રી-ગાર્ડ ચોમાસા પહેલાં પ્રજાના હાથમાં આવી જાય તો પ્લાન્ટેશનનો સારી રીતે ઉછેર થઇ શકે છે. વખતે પણ પ્રજા સુધી ટ્રી-ગાર્ડ મોડા પહોંચે એવી રગડધગડ પ્રક્રિયા ચાલી.

ટ્રી-ગાર્ડ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ સ્ટેન્ડિંગમાં મંજૂર થયા બાદ વર્કઓર્ડર આપવામાં પણ સમય પસાર કરી દેવાયો. વર્કઓર્ડર નીકળી ગયા પછી પણ કોન્ટ્રાક્ટરે સમયસર સપ્લાય કરતાં મનપાએ કડક ચેતવણી આપી હતી.

અંતે બુધવારે સપ્લાયનો પ્રથમ જથ્થો મોકલાવી દેવાતા ગુરુવારથી વિતરણ ચાલુ કરી દેવામાં આવશે. કોર્પોરેટરોને તેની ગ્રાન્ટમાંથી વ્યક્તિ દીઠ 75 નંગ ફાળવવામાં આવશે. જે નાગરિકોને કોર્પોરેટરો પાસેથી વિનામૂલ્યે મળે છે. ઉપરાંત ટ્રી ગાર્ડ મેળવવા ઇચ્છતા લોકોને મનપામાંથી રૂ.500 લેખે આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો