તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • આજે જયાપાર્વતીનું જાગરણ, શુક્રવારે થશે વ્રતનું ઉજવણું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે જયાપાર્વતીનું જાગરણ, શુક્રવારે થશે વ્રતનું ઉજવણું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અષાઢસુદ-13થી શરૂ થયેલા જયાપાર્વતી વ્રતની અષાઢ વદ-2 ગુરુવાર 21 જુલાઇના પૂર્ણાહુતિ થશે, જ્યારે જે બહેનોને વ્રતનું ઉજવણું કરવાનું છે તેઓએ અષાઢ વદ-3 શુક્રવાર 22 જુલાઇના ઉજવણું કરવાનું રહેશે, ગુરુવારે આખી રાત્રિનું જાગરણ રહેશે.

ગુરુવારે વ્રતનો અંતિમ દિવસ હોય વ્રત કરનાર કન્યાએ સવારે 24 કલાકની ગાયના શુધ્ધ ઘીની અખંડ જ્યોતિ પ્રગટાવવી, ત્યારબાદ શિવ-પાર્વતીનું પૂજન કરવું. માતાજીને રૂના નાગલા, ચૂંદડી ચડાવવી કુમકુમનું તિલક કરી અક્ષત લગાવવા તેમજ જેવા સર્વોત્તમ પતિની પ્રાપ્તિ તમને થઇ એવા પતિની અમને પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના કરવી.

ગજાનન આશ્રમના શાસ્ત્રી વિજયભાઇ જોષીના જણાવ્યા મુજબ ભગવાન શંકરને પુષ્પ, બિલ્વપત્ર, ચંદન ચડાવી આખી રાતનું જાગરણ કરવું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો