તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂઝ બ્રીફ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ન્યૂઝ બ્રીફ

હોકી લિજેન્ડ શાહિદનું નિધન નવીદિલ્હી | ભારતીયહોકી દિગ્ગજ મોહમ્મદ શાહિદનું બુધવારે સવારે અહીંની પ્રાઇવેટ હોસ્પિટલમાં નિધન થયું હતું. 56 વર્ષીય શાહિદને ચાલુ મહિનાની શરૂઆતમાં જોન્ડિસ તથા ડેન્ગયુના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિસ્થિતિ બગડવાના કારણે તેમને વારાણસીથી નવી દિલ્હી લવાયા હતાં. 1980માં મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમના તેઓ સભ્ય પણ હતા.(અહેવાલ રમતપાને )

ભારત-વિન્ડીઝ વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ એન્ટિગુઆ| ભારતઅને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અહીં ગુરુવારથી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. મેચનો સાંજે 7:30થી પ્રારંભ થશે. સ્પિનર્સની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની જશે. મેચનું જીવંત પ્રસારણ 10-થ્રી અને 10 ક્રિકેટ પર જોવા મળશે. (અહેવાલરમત પાને )

27 જુલાઇથી ગ્રામીણ બેન્કોમાં 3 દિવસની હડતાળ નવીદિલ્હી | દેશની56 ગ્રામીણ બેન્કો 27થી 29 જુલાઇ સુધી હડતાળ પર રહેશે. સરકાર બેન્કોમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપી રહી છે જેનો બેન્ક કર્મચારી વિરોધ કરી રહ્યા છે. 21 હજાર શાખાઓમાં કામ ઠપ થશે.

બુલેટ ટ્રેનનું ભાડું હવાઈ ભાડાથી સસ્તું હશે : પ્રભુ મુંબઈ| મુંબઈઅમદાવાદ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન વર્ષમાં દોડતી થઈ જશે, જેનું ભાડું હવાઈભાડા કરતાં પણ ઓછું હશે, એમ રેલ મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું. તે 508 કિમી અંતર કલાકના 350 કિમીની મહત્તમ ગતિ સાથે દોડીને આશરે બે કલાકમાં પાર કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો