તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઐશ્વર્ય સ્મિતાનો પુત્ર છે, મારો નથી: જયદેવ ઠાકરે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઐશ્વર્ય સ્મિતાનો પુત્ર છે, મારો નથી: જયદેવ ઠાકરે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઠાકરે પરિવારની મિલકતનો વિવાદ હાઇકોર્ટમાં

મુંબઈ | ઐશ્વર્યમારો પુત્ર નથી, સ્મિતા ઠાકરેનો પુત્ર છે એમ જયદેવ ઠાકરેએ મુંબઈ હાઈ કોર્ટમાં આજે જણાવ્યું હતું. બાળાસાહેબ ઠાકરેની સંપત્તિ ઉપરથી વિવાદ ચાલુ

...અનુસંધાન પાનાં નં.17

હોવાથી તે પ્રકરણની સુનાવણી હાલ હાઈ કોર્ટમાં ચાલુ છે.

જયદેવ ઠાકરેએ હાઈ કોર્ટમાં ઐશ્વર્ય પોતાનો પુત્ર હોવાનું જણાવ્યંુ હતું. બાળાસાહેબે તેને વારસદાર કર્યો હોવાથી માતોશ્રીમાં તેને પહેલો માળ આપવામાં આવ્યો છે. સ્મિતા ઠાકરે જયદેવ ઠાકરેની પત્ની હતી અને હવે બંનેના છૂટાછેડા થયા છે. સ્મિતા ઠાકરેને રાજકારણમાં પહેલેથી રસ નહોતો. માં સાહેબ ગયાં પછી તેને રાજકારણમાં રસ જાગ્યો હતો. બાળાસાહેબને તે ગમતું નહોતું, એમ જયદેવે બાળાસાહેબ ઠાકરેની સંપત્તિ સંદર્ભે ઊલટતપાસમાં જણાવ્યું હતું તેમ ઉદ્ધવ ઠાકરેએ ષડયંત્ર કરીને મારું નામ રેશનકાર્ડમાંથી હટાવી દીધું હતું, એવો આરોપ જયદેવે હાઈ કોર્ટમાં કર્યો હતો.

બાળાસાહેબના મૃત્યુ પછી તેમની સંપત્તિ ઉપર જયદેવ અને ઉદ્વવની વચ્ચે વિવાદ ચાલુ થયો હતો. જયદેવે હાઈ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.

...અનુસંધાન પાનાં નં.16દાવાની સુનાવણીમાં જજ ગૌતમ પટેલની સમક્ષ કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેની વતી વરિષ્ઠ વકીલ રોહિત કાપડિયાએ જયદેવની ઊલટતપાસ કરી હતી. બીજા દિવસે જયદેવને આશરે 80 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

જાહેર સભામાં નજીકની વ્યક્તિ ઉપર વ્યક્તિગત સ્તરે જઈને ટીકા કરવી પડતી હોય છે. બાળાસાહેબ તેમના નિકટવર્તીની ઉપર આવી ટીકા કરતા અને રાત્રિએ સૌ એકત્ર થતા હતા. મને ગમતું હોવાથી હું રાજકારણથી દૂર રહ્યો હતો, એમ જયદેવે સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો