• Gujarati News
  • National
  • લીમોદરામાં બે જૂથો બાખડતાં બેથી વધુને ઈજા

લીમોદરામાં બે જૂથો બાખડતાં બેથી વધુને ઈજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા| મંગળવારનીરાત્રે લીમોદરા ગામના આદિવાસી ફળિયામાં રહેતા સંજયભાઈ સુમનભાઈ રાઠોડ ગામના વાવ ફળિયામાં કામથી ગયા હતાં. જ્યાં ગામના પ્રકાશભાઈ દિનેશભાઈ વસાવા અને તેમના પિતા દિનેશભાઈ બેચરભાઈ વસાવા સાથે ઝઘડો થયો હતો. જેમાં બાપ દીકરાએ સંજને માથાના ભાગે લાકડાનો સપાટો મારી દેતા લોહી લુહાણ થઈ ગયા હતાં. જે અંગેની જાણ તેમના કુટુંબીભાઈ ખોડાભાઈ મેલજીભાઈ રાઠોડને થતાં તેમની પત્ની અને બહેન મનીષા સાથે વાવ ફળિયામાં ગયા હતાં અને સંજયભાઈને માર મારનાર બાપ દીકરા પ્રકાશ અને દિનેશને મારા ભાઈને કેમ માર્યો તેમ જણાવતાં ઉશ્કેરાયેલા બાપ દીકરાએ ખોડાભાઈને પણ લાકડાના સપાટા વડે માર મારી લોહીલુહાણ કરી દીધા હતાં.

અન્ય સમાચારો પણ છે...