• Gujarati News
  • National
  • બરડા ડુંગરની 93 કિલોમીટરની પરિક્રમામાં 250 શ્રદ્ધાળુઓ જોડાયા

બરડા ડુંગરની 93 કિલોમીટરની પરિક્રમામાં 250 શ્રદ્ધાળુઓ જોડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘જય સીયારામ’ના નાદ સાથે પદયાત્રાનો પ્રારંભ, 4 સ્થળોએ રાત્રી રોકાણ કરશે

સંત-શૂરાનીભૂમિ સૌરાષ્ટ્રમાં ગિરનાર અને બરડો ડુંગર આવેલો છે. કારતક માસમાં બરડા અને ગરવા ગિરનારની પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. ગિરનારની પરિક્રમા પૂર્વે પોરબંદર નજીકના બરડાડુંગરની પરિક્રમાનું આયોજન છેલ્લા કેટલાક વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. કારતક સુદ ત્રીજના દિવસે જાંબુવંતીની ગુફા ખાતેથી બરડાડુંગરની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો હતો. બરડાડુંગરની પરિક્રમાનું એક ઐતિહાસિક મહત્વ રહેલું છે. 93 કિલોમીટર લાંબી લીલી પરિક્રમામાં 250 જેટલા પદયાત્રીઓ જોડાયા હતા. ‘જય સીયારામ’ના નાદ સાથે પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રસંગે પૂર્વ ડી.વાય.એસ.પી. જાડેજા તેમજ સંતો-મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 22 થી શરૂ થયેલી પરિક્રમા 24 ઓક્ટોબર સુધી ચાલશે. યાત્રામાં જોડાનાર યાત્રાળુઓ માટે રાત્રી રોકાણ અને ભોજનપ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગિરનારનું જેટલું મહત્વ છે તેટલું મહત્વ બરડાડુંગરનું છે. બરડાડુંગરને દેવભૂમિ માનવામાં આવે છે અને તે 14 મું રતન હોવાનું પણ કહેવાય છે. અહીં અનેક દેવી-દેવતાઓ અને સંતો બિરાજે છે. ત્રિકમાચાર્ય બાપુ તથા જગતદેવી વિંધ્યાવાસિનીની તપોભૂમિ છે. તપોભૂમિની પરિક્રમાનું પણ એક અનેરૂં મહાત્મ્ય રહેલું છે. 22 મી ઓક્ટોબરે પરિક્રમાનો સવારે 5 કલાકે જાંબુવનની ગુફા ખાતેથી પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે રાણપર-ધીંગેશ્વર મહાદેવના સાંન્નિધ્યમાં રાત્રી રોકાણ કરવામાં આવ્યું હતું. તા. 23 મી બીજો પડાવ ત્રિકમાચાર્ય બાપુના ગોકુળીયા આશ્રમે રાત્રિ રોકાણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...