તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 1915 આજના દિવસે પ્રથમ યુદ્ધ ટેન્ક બની હતી. ઇંગ્લેન્ડમાં બનેલી

1915 -આજના દિવસે પ્રથમ યુદ્ધ ટેન્ક બની હતી. ઇંગ્લેન્ડમાં બનેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1915 -આજના દિવસે પ્રથમ યુદ્ધ ટેન્ક બની હતી. ઇંગ્લેન્ડમાં બનેલી ટેન્કના પ્રથમ મોડલને ‘લિટિલ વિલિ’નું નામ અપાયું હતું. ‘લિટિલ વિલિ’ માત્ર નામની નાની હતી. ટેન્કનું વજન આશરે 14 ટન હતું. શરૂઆતમાં દુશ્મનોને ગેરમાર્ગે દોરવા માટે આને યુદ્ધના મેદાનમાં પાણી પહોંચાડવાની ટેન્ક બનાવવામાં આવી હતી. આથી તેને ટેન્ક કહેવામાં આવી. ‘લિટિલ વિલિ’ ટ્રાયલ રન દરમિયાન ઘણી વાર ખાડામાં ફસાઇ અને ખરબચડા માર્ગ પર બહુ મુશ્કેલીથી ચાલી શકતી હતી. બાદમાં પ્રોટોટાઇપમાં ઘણા સુધારા કરવામાં આવ્યા અને તેને યુદ્ધ લાયક બનાવવામાં આવી. 1918માં સામે આવેલા સુધારેલા મોડલને ‘બિગ વિલિ’ કહેવામાં આવ્યું. આની આગામી આવૃત્તિ ‘માર્ક વન’નામે આવી હતી. તેનો પ્રથમ ઉપયોગ ફ્રાંસમાં કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...