• Gujarati News
  • National
  • અર્થતંત્ર સુધરતાં મિડકેપ કંપનીઓમાં ઝડપી ટર્નરાઉન્ડનો પ્રબળ આશાવાદ

અર્થતંત્ર સુધરતાં મિડકેપ કંપનીઓમાં ઝડપી ટર્નરાઉન્ડનો પ્રબળ આશાવાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકાર દ્વારા અર્થંતત્રને વેગવાન બનાવવા માટે નવા સુધારા અને રોકાણની નવી તકો ખોલવામાં આવી રહી છે, જેને કારણે આગામી દિવસોમાં અર્થતંત્રમાં વધુ મજબૂતાઈ જોવા મળશે. આવી સ્થિતિમાં મિડ કેપ શેરો વધુ સારી કામગીરી દર્શાવી શકે છે એમ મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના સીઇઓ અને એમડી આશુતોષ બિશ્નોઇએ જણાવ્યું હતું. મિડ કેપ એવું સેગમેન્ટ છે જેમાં મંદીના સમયે પણ લાર્જ કેપ કંપનીઓ કરતાં સારું વળતર જોવાયું છે. જ્યારે ઇકોનોમીમાં બદલાવ આવી રહ્યા છે ત્યારે આવા શેરોમાં રોકાણ કરવું લાભદાયક બને છે. આને ધ્યાનમાં રાખીને મહિન્દ્રા ઉન્નતી ઇમર્જીંગ બિઝનેસ યોજના નામનું નવું ફંડ લોન્ચ કર્યું છે જે 22મી જાન્યુઆરીએ બંધ થશે. ફંડમાં મિડ-કેપ સેગમેન્ટની 30-40 કંપનીનો સમાવેશ કરાશે. ફંડમાંથી ઊભી કરવામાં આવનારી 65 ટકા રકમ મિડ કેપ સેગમેન્ટમાં રોકાશે, 35 ટકા રકમ આ સિવાયના શેરોમાં ઇન્વેસ્ટ થશે. રૂ.3,000 કરોડની એયુએમ ધરાવતા ફંડના એનએફઓમાં 6 ફેબ્રુઆરી પછી ફરીથી લે-વેચ થઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...