• Gujarati News
  • National
  • ભેરવીમાં બાપાસીતારામ મઢુલીના લાભાર્થે શિવકથા

ભેરવીમાં બાપાસીતારામ મઢુલીના લાભાર્થે શિવકથા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામતાલુકામાં આવેલા ભેરવી ગામે નવનિર્માણ થઇ રહેલી બાપા સીતારામ મઢુલીના લાભાર્થે ખેરગામના કર્મકાંડ આચાર્ય ગુણવંતભાઈ મહારાજ દ્વારા આગામી ૧૩ એપ્રિલથી કથાકાર મેહુલભાઈ જાનીના સાનિધ્યમાં શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે,જે અંતર્ગત ખેરગામ ખાતે કથાકાર દ્વારા કથાના આયોજકોને શ્રીફળ અર્પણ કરવાની વિધિ પાટીદાર સમાજના આગેવાનોની ઉપસ્થ્તીમાં પાર પાડવામાં આવી હતી.આ પ્રસંગે કથાકાર મેહુલ જાનીએ જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં કથા કરવાનો આનંદ કઈક અલગ હોય છે.આયોજકોની લાગણીને માન આપતા તેમણે કહ્યું કે કથા કરાવવાનો વિચાર મર્દ માણસને આવી શકે છે,ઔરંગા નદીના કિનારે ત્રિવેણી સંગમ પર નિર્માણ થઇ રહેલી બગદાણાવાળા બજરંગદાસબાપની બાપા સીતારામ મઢુલી ભેરવી સહીત,નાધાઈ.પેલાડ ભેરવી,નારણ પોર,ખેરગામ સહિતના ભાવિક ભક્તો માટે આસ્થનું કેન્દ્ર બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...