• Gujarati News
  • National
  • ધરમપુર જય આદિવાસી મહા સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર

ધરમપુર જય આદિવાસી મહા સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વમહિલા દિન નિમિત્તે વિશ્વની તમામ મહિલાઓને માન સન્માન મળે, તેમનું અસ્તિત્વ, ઓળખ, સંસ્કૃતિ, સલામતી જળવાઈ રહે સાથે સ્વમાનભેર જીવન જીવી શકે તેવા શુભ આશયથી જય આદિવાસી મહાસંઘ, મહિલા એકમ ધરમપુર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ગુરૂવારે વિવિધ 6 જેટલી માંગણી સાથેની લેખિત રજૂઆત મામલતદારમાં કરવામાં આવી હતી.

જય આદિવાસી મહાસંઘ, મહિલા એકમ દ્વારા મહિલા દિનની ઉજવણીમાં ઉપસ્થિત વિવિધ ગામોના 106 જેટલા ગ્રામજનોની સહી સાથે ગુરૂવારે વિવિધ માંગ સાથેની લેખિત રજૂઆત અત્રેની મામલતદાર કચેરીએ મામલતદાર આર.કે. માળવીશને સુપ્રત કરવામાં આવી હતી.. જેમાં ધરમપુર તાલુકામાં વન અધિકાર કાયદો-2016 હેઠળની મંજૂર, સુનાવણી થયેલી દાવા અરજીઓની મંજૂરી માટે કાર્યવાહી કરવી, શરત નં. 1 મુજબ મંજૂર દાવા અરજીઓની આખરી માપણી DILR દ્વારા માપણી કરી માંગણી અને કબજા મુજબનું ક્ષેત્રફળ આપવું, માંગણી કરતા ઓછું મંજૂર ક્ષેત્રફળની સામે અરજદારોની DLC રિવિઝનલ અરજીઓની સુનાવણી સહિતની માગ કરવામાં ‌આવી છે.

વિશ્વ મહિલા દિને માંગણી માટે રજૂઆત કરી

અન્ય સમાચારો પણ છે...