• Gujarati News
  • National
  • પોરબંદર પાલિકાની આર્થિક સ્થિતીએક સાંધે ત્યાં તેર તૂટે જેવી

પોરબંદર પાલિકાની આર્થિક સ્થિતીએક સાંધે ત્યાં તેર તૂટે જેવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કર્મીઓનો 3 માસથી પગાર થતાં કામનો બહિષ્કાર

પાલિકામાંકાયમી સફાઈ કામદારો ઉપરાંત શહેરમાં સ્વચ્છતા જળવાય તે માટે કોન્ટ્રાક્ટ બેઈઝ ઉપર પણ કેટલાક સફાઈકર્મચારીઓને રાખવામાં આવ્યા છે. કર્મચારીઓ પણ શહેરમાં નિયમિત સફાઈકામ કરે છે. કર્મચારીઓને દર માસે પગાર ચૂકવવાને બદલે 3-3 માસથી પગાર ચૂકવવામાં આવ્યો હતો. હોળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે પણ કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કર્મચારીઓએ પગારની માંગ કરી હતી તેમ છતાં પણ પગાર નહીં ચૂકવાતા કર્મચારીઓએ ગુરૂવારથી સફાઈ કરવાનો બહિષ્કાર કરી દીધો હતો જેને પગલે પાલિકાના સત્તાધીશો મુંઝવણમાં મુકાયા હતા. તો અનેક વિસ્તારોમાં સફાઈ નહીં થતા કચરાના ગંજ ખડકાયા હતા. આજે શુક્રવારે પણ કર્મચારીઓ પોતાની કામગીરીથી અળગા રહેતા અંતે પાલિકાના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યા હતા અને કર્મચારીઓને પગાર ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. આજે ચેક આપવાનું શરૂ કરી દીધું હતું પરંતુ શનિ, રવિ અને સોમવાર એમ ત્રણ દિવસ બેન્ક બંધ રહેશે જેને કારણે કર્મચારીઓને ચેક આપ્યા પછી પણ વગર પૈસે હોળીનો તહેવાર મનાવવો પડશે. નગરપાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ બની છે જેની અસર શહેરની સફાઈ ઉપર પણ પડી રહી છે.

ઉછીના ઉધારા કરીને ઘર ચલાવવું પડે છે

ત્રણમાસથી પગાર નહીં થતાં કર્મચારીઓને પોતાનો જીવનનિર્વાહ ચલાવવો મુશ્કેલ બન્યો હતો અને તેઓ ઉછીઉધારા કરીને ગુજરાન ચલાવી રહ્યા હતા. પગાર ચૂકવવા માટે અવારનવાર કોન્ટ્રાક્ટરને રજૂઆતો કરી હતી તેમ છતાં પગાર ચૂકવવામાં આવ્યો નથી તેમ મુક્તાબેનએ જણાવ્યું હતું.

કર્મચારીઓ કામ પર નહીં આવતા અનેક વિસ્તારોમાં સફાઈ થઈ નહીં

અન્ય સમાચારો પણ છે...