• Gujarati News
  • National
  • ભગવાનમાં ભેદ જોવો અજ્ઞનતા છે: ભરત વ્યાસ

ભગવાનમાં ભેદ જોવો અજ્ઞનતા છે: ભરત વ્યાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કબીલપોરનીરાધાકૃષ્ણ સોસાયટીમાં આયોજિત ભાગવત કથામાં ગોવર્ધન પૂજા અને અન્નકૂટનો પ્રસંગ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો.

ભાગવત કથાના છઠ્ઠા દિવસે વ્યાસપીઠ પરથી શ્રોતાઓને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરવાતા ધરમપુરના ભાગવતાચાર્ય ભરતભાઈ વ્યાસે જણાવ્યું કે, શિવનો બાહ્ય દેખાવ અમંગલ છે, શિવનું વરદાન અમૂલ્ય છે. બહારથી અમંગલ દેખાય અને આશીર્વાદ આપે તે શિવ, જ્યારે બહારથી સુંદર દેખાય અને અંદરથી મેલો હોય તે જીવ. હરિ અને હર એક છે. ભગવાનમાં ભેદ જોવો તે અજ્ઞાનતા છે. બાળકોને વારસામાં સંસ્કાર આપજો, સંપત્તિ આપો તો ચાલશે.સંસ્કાર વેચાતા નહીં મળે, જેની જરૂર છે તે આપવું પડશે. પ્રસન્ન રહેવું હરિની ભક્તિ છે.

અન્ય સમાચારો પણ છે...