• Gujarati News
  • National
  • ન્યાયના મુદ્દે સરકારી સક્રિયતા જરૂરી છે

ન્યાયના મુદ્દે સરકારી સક્રિયતા જરૂરી છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરંટ અફેર્સ પર 30થી ઓછી ઉંમરના યુવાનોનો અભિપ્રાય

રચિત પંડ્યા, 27 વર્ષ

એમ.એસસી., રાજસ્થાન યુનિ., જયપુર

Fb-rachit.pandya2

માન્ય રીતે કોઈ પણ વ્યક્તિ ઘરના ફળિયાથી માંડીને ખેતરોના વિવાદ સુધી ગમે ત્યારે એવું કહી દે છે, ‘હું સુપ્રીમ કોર્ટમાં જઈશ.’ આ ભારતીય નાગરિકોમાં ન્યાયતંત્ર પર રહેલા મજબૂત વિશ્વાસની સાક્ષી પૂરી પાડે છે. આમ છતાં તાજેતરના દિવસોમાં બનેલી ઘટનાઓએ કોઈ ને કોઈ જગ્યાએ ન્યાયિક-પ્રણાલીની પારદર્શકતા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. આપણે હંમેશાંથી ‘ન્યાયિક-સક્રિયતા’ની પ્રશંસા કરતા આવ્યા છીએ, જેમાં ન્યાયતંત્ર સરકારનાં કામમાં હસ્તક્ષેપ કરીને લોકોના હિતમાં ચુકાદા આપે છે. હવે ખરેખર જરૂર છે ‘સરકારી સક્રિયતા’ની. કહેવાનો આશય એ છે કે સરકારે ન્યાયતંત્રમાં ઊભા થતા સરકારી મુદ્દાઓનો ઉકેલ લાવે, કારણ કે ચાર વરિષ્ઠ ન્યાયાધીશોની ફરિયાદ સરકારી મુદ્દે છે. ખાસ કરીને રોસ્ટર મુદ્દે. આ મુદ્દે સરકારે રાષ્ટ્રહિતમાં ભૂમિકા નિભાવવી જોઈએ. આ વિવાદ દરમિયાન ચર્ચામાં આવેલા તમામ મુદ્દા ન્યાયતંત્રને લગતી તકનીકી બાબતો છે. દરમિયાન અત્યારે દેશમાં સંવેદનશીલ કેસ પડતર છે. ત્યારે જરૂર છે, તાત્કાલિક અને ઝડપી ન્યાયની. ખેર, સુપ્રીમ કોર્ટમાં દેશની વિવિધ સંસ્કૃતિના ન્યાયાધીશો હોય છે. જરૂર છે ‘સમાયોજન’ની, કારણ કે, આ ન્યાયમંદિર પ્રતીક છે કરોડો ભારતીયોના વિશ્વાસ, આત્મગૌરવ અને સન્માનનું. કોઈ પણ વ્યવસ્થામાં ભરોસાપાત્ર સંસ્થાઓનું હોવું, તેના વજૂદ માટે જરૂરી છે. આ દૃષ્ટિએ ન્યાયતંત્રની મહત્ત્વની ભૂમિકા છે.

સા
અન્ય સમાચારો પણ છે...