સિટી રિપોર્ટર.સુરત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર.સુરત

વડોદરાની 19 વર્ષની વિદ્યાર્થિની પર બળાત્કાર કરનારા આરોપી શાંતિસાગર સાગર સામેનો કેસ બુધવારના રોજ નીચલી કોર્ટથી સેશન્સ કોર્ટ કમિટ થયો હતો. હવે કેસ કાર્યવાહીનો પ્રારંભ થશે, જેમાં ચાર્જફ્રેમનો પણ સમાવેશ થાય છે. દરમિયાન અઠવા પોલીસે કોર્ટમાં કરેલી ચાર્જશીટની ઝીણામાં ઝીણી વિગતો ‘ દિવ્ય ભાસ્કરે ’ મેળવી છે. પોલીસે તૈયાર કરેલો કેસ- મજબૂત પુરાવા, ચાર પંચનામાં, 33 સાક્ષી, તબીબી અભિપ્રાય અને એફએસએલ-ફોરેન્સિક રિપોર્ટ પર આધાર રાખે છે.

પુરાવો 1: ગુનાની જગ્યાએથી કબ્જે કરવામાં આવેલી રંગબેરંગી ચટાઈ સિલબંધ છે.

પુરાવો 2: આરોપી શાંતિસાગર પાસેથી કબજે કરાયેલો સફેદ કલરનો મોબાઇલ કબજે.

પુરાવો 3: પીડિતાના કપડાં કે જેમાં ટોપ, સ્કર્ટ વગેરે સમાવિષ્ટ છે.

અન્ય સમાચારો પણ છે...