રાજુલામાં ફઇનાં દિકરાએ ફોન પર મારી નાખવાની ધમકી આપી
કુંડલામાં પુત્રએ લીધેલા પૈસા બાબતે પિતાને મારી નાંખવાની ધમકી
રાજુલાનામફતપરામાં રહેતા અનીતાબેન અરવીંદભાઇ બગડા (ઉ.વ.25) નામના મહિલાના સસરાના ફોનમાં પાંચ દિવસ પહેલા તેમના ફયના દિકરા દેવા માણંદ બગડા રે.ખાંભા નામના શખ્સનો ફોન આવ્યો હતો. તેમજ મહિલાને તેના ફયના દિકરાએ કોઇ કારણોસર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલાના મહુવારોડ પર આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઇ નાગભાઇ શેખવા (ઉ.વ.59) નામના વૃધ્ધે આજે સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના દિકરા વિજેન્દ્રભાઇએ અહી રહેતા અનક વાળા નામના શખ્સ પાસેથી ઉછીના પૈસા લીધા હતા. તેમજ વિજેન્દ્રભાઇ છેલ્લા બે માસથી પોતાનું ઘર છોડીને ક્યાક જતા રહ્યા છે. વિજેન્દ્રભાઇને આપેલા પૈસાની ઉઘરાણી બાબતે અનક વાળા નામના શખ્સે પાંચ દિવસ પહેલા વૃધ્ધના ઘરે આવ્યો હતો. અહી વૃધ્ધને શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બારામાં વૃધ્ધે આજે પોલીસને જાણ કરી હતી.