મ્યાનમારમાં રોહિંગ્યા નરસંહાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાપ્રધાન નરેન્દ્ર મોદી મ્યાનમારના ત્રણ દિવસના પ્રવાસે છે ત્યારે પશ્ચિમ મ્યાનમારમાંથી જીવ બચાવવા લાખોની સંખ્યામાં શરણાર્થી તરીકે બાંગ્લાદેશ અને ભારત સહિતના દેશોમાં આશ્રય લેનારા રોહિંગ્યાની સમસ્યા અંગે ત્યાંના સત્તાવાળાઓ સાથે ચર્ચા કરે અપેક્ષિત મનાય છે. ભારત અને મ્યાનમાર (જૂનું-જાણીતું નામ: બર્મા) બેઉ પર અંગ્રેજોનું શાસન ચાલતું હતું ત્યારે બંગાળના હિંદુ-મુસ્લિમો બર્મા જઈને વસ્યા હતા. આજેય બર્મીઝ ભાષાને બદલે ચિત્તગાંગી બંગાળી બોલનારી રોહિંગ્યા વસ્તીને માથે આભ ફાટ્યું છે. વર્ષ 1982માં વેળાના શાસક જનરલ ને વિને અમલમાં લાવેલા બર્માના રાષ્ટ્રીયતા કાનૂન હેઠળ દેશમાં 10 લાખ કરતાં વધુ વસ્તી ધરાવતા રોહિંગ્યાની કરમકઠણાઈ શરૂ થઈ. એમને નાગરિકતાથી વંચિત કરી દેવાયા. તેઓ મૂળ બર્મીઝ નહીં હોવા ઉપરાંત બંગાળી હોવાથી બાંગ્લાદેશ પાછા જાય એવી અપેક્ષા રાખવામાં આવી. ઓછામાં પૂરું 2012માં રોહિંગ્યા મુસલમાનો અને બૌદ્ધો વચ્ચે રમખાણ થયાં ત્યારથી રોહિંગ્યાને ત્રાસવાદી જૂથોને પોષનાર ગણવામાં આવવાનું શરૂ થયું અને લશ્કરી આતંકનો ભોગ બનવાનો વારો આવ્યો. મ્યાનમારમાં દાયકાઓ સુધી લશ્કરી તાનાશાહ જૂથોનું શાસન રહ્યું. એટલું નહીં દુનિયાની નજરથી દેશ ખાસ્સો ઓઝલ રહ્યો. ભારત સાથે ભાવનાત્મક સંબંધ ધરાવતો મ્યાનમાર દેશ અત્યારે ચીનના ખૂબ પ્રભાવમાં છે. લોકશાહી ચળવળ ચલાવવા બદલ વર્ષો સુધી નજરકેદમાં રહેલાં ઑંગ સાન સૂ કીની મુક્તિ માટે વૈશ્વિક દબાણને વશ થઈને લશ્કરી શાસને તેમને મુક્ત કરવાં પડ્યાં. ચૂંટણી યોજાઈ તેમાં સૂ કીના વડપણવાળા પક્ષ નેશનલ લીગ ફોર ડેમોક્રસી(એનએલડી)ને બહુમતી મળી. જોકે મ્યાનમારના બંધારણ મુજબ, કોઈ વિદેશીને પરણેલી વ્યક્તિને શાસનની ધુરા સોંપી શકાતી નથી. એટલે અંગ્રેજને પરણેલાં સૂ કી ખૂબ માનમરતબો ધરાવતાં હોવા છતાં રાષ્ટ્રપતિ કે પ્રધાન નથી. તેઓ રાષ્ટ્રપતિ યૂ હાટીન ક્યાવ જેટલું મહત્ત્વ ધરાવતાં હોવાથી વિદેશના વડાઓ પણ તેમને મળે છે. વડાપ્રધાન મોદી પણ રાષ્ટ્રપતિ ક્યાવ અને સૂ કી સાથે મંત્રણા કરવાના છે.

દુનિયાભરમાંથી માનવ અધિકારોને નામે સહાનુભૂતિ મેળવનારા અને આજના સત્તારૂઢ પક્ષ નેશનલ લીગ ફોર ડેમોક્રસીનાં નેતા સૂ કી પશ્ચિમ મ્યાનમારના રાખીન પ્રાંતના લાખો રોહિંગ્યાને હિજરત કરવાની ફરજ પડે એવા અત્યાચાર લશ્કર કરી રહ્યા છતાં મૂકપ્રેક્ષક છે. શાંતિનું નોબેલ પારિતોષિક મેળવનારી સૌથી નાની વયની મલાલાએ પણ નોબેલ મેળવનાર સૂ કીના મૌન અંગે સવાલ ઊઠાવ્યા છે, પણ સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળતો નથી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર પંચે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ રહેલા કોફી અન્નાનના વડપણ હેઠળ રાખીન પ્રાંતમાં લશ્કરી દળો થકી રોહિંગ્યા જાતિ પર આચરવામાં આવતા અત્યાચારોની તપાસ માટે તપાસપંચ નિયુક્ત કર્યું હતું. એનો અહેવાલ હજી ગઈ 23મી ઑગસ્ટે રાષ્ટ્રપતિનિવાસ પર રાષ્ટ્રપતિને અન્નાને સુપરત કર્યો, એના બે દિવસમાં લશ્કરી દળોએ સેંકડો રોહિંગ્યાની લાશો ઢાળી દીધી. બધાને આતંકવાદી જાહેર કરી દેવાયા. ઠેરઠેર લાશોના ઢગલા કરી દેવામાં મ્યાનમારનાં લશ્કરી દળોએ મુસ્લિમો અને હિંદુના ભેદ જાળવ્યા નહોતા. 25 ઑગસ્ટ, 2017ના રોજ પશ્ચિમ મ્યાનમારમાં ભડકેલી હિંસાને પગલે 90 હજાર જેટલા રોહિંગ્યા બાંગ્લાદેશમાં શરણાર્થી તરીકે આવ્યા હોવાનો અંદાજ સંયુક્ત રાષ્ટ્ર મૂકે છે. છેલ્લા કેટલાક વખતથી પોતાના પ્રદેશમાં અસલામતી અનુભવતા રોહિંગ્યાની હિજરતનો પ્રવાહ અખંડ ચાલી રહ્યો છે. ભારતમાં પણ 40 હજાર જેટલા રોહિંગ્યા મુસલમાનો છેક જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, કેરળ, આંધ્ર-હૈદરાબાદ, આસામ, પશ્ચિમ બંગાળ અને દિલ્હી સહિતના પ્રદેશમાં આવીને વસ્યા છે. રાખીન પ્રાંતમાં 400 કરતાં વધુ મુસ્લિમ રોહિંગ્યા અને 86 કરતાં વધુ હિંદુ રોહિંગ્યાને મોતને ઘાટ ઉતારાયા પછી બંને કોમોના રોહિંગ્યા હિજરત કરવા માટે વિવશ બન્યા છે. પાકિસ્તાનના વિદેશપ્રધાન ખ્વાજા આસિફે તો હમણાં 30 લાખ અફઘાની શરણાર્થીઓને પાકિસ્તાન પોષી રહ્યાની વાત કરવા ઉપરાંત હજારો રોહિંગ્યા પાકિસ્તાની પાસપોર્ટ પર વિવિધ દેશોમાં વસતા હોવાનું જણાવ્યું હતું. પાકિસ્તાનમાં 2 લાખ રોહિંગ્યા હોવાનું મનાય છે. ઉપરાંત સાઉદી અરેબિયામાં 4 લાખ, બાંગ્લાદેશમાં 5 લાખ, થાઇલૅન્ડમાં 1 લાખ, મલેશિયામાં 40 હજાર, ઇન્ડોનેશિયામાં 12 હજાર, અમેરિકામાં 12 હજાર અને નેપાળમાં 200 જેટલા રોહિંગ્યા શરણ લઈ રહ્યા હોવાનો અંદાજ છે.

ભારત સરકારના ગૃહવિભાગે રોહિંગ્યા ઘૂસણખોરોને પાછા ધકેલવા અંગેની કાર્યવાહી કરવા સંદર્ભે વિવિધ રાજ્યોને નિર્દેશિકા પાઠવી છે. કેન્દ્રના ગૃહ રાજ્યપ્રધાન કિરણ રીજીજુએ સંસદમાં આપેલી માહિતી મુજબ, ભારતમાં ગેરકાયદે ઘૂસી આવેલા 40 હજાર રોહિંગ્યા મુસ્લિમોને તેમની ઓળખ કરીને મ્યાનમાર પાછા મોકલાશે. મુશ્કેલી છે કે મ્યાનમાર પણ જેમને પોતાની નાગરિકતા આપવાનું ટાળે છે એવા રોહિંગ્યા જાન બચાવવા ભારતમાં શરણાર્થી તરીકે આવ્યા છે ત્યારે તેમને આંતરરાષ્ટ્રીય કાયદાકીય જોગવાઈ મુજબ પાછા ધકેલી શકાય નહીં. આવી દલીલ સાથે સર્વોચ્ચ અદાલતમાં બે શરણાર્થી વતી ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણે અરજી કરી છે. અદાલતે મુદ્દે ભારત સરકારની ભૂમિકા જાણવા માટે નોટિસ જારી કરી છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં જઈ વસેલા મુસ્લિમ રોહિંગ્યા પરિવારોએ તો રાજ્યમાં કાયમી વસવાટ માટે સ્થાનિકો સાથે નિકાહ પઢવાનું પણ શરૂ કરી દીધાના અહેવાલો છે. જોકે રોહિંગ્યા શરણાર્થીઓને પાછા કાઢવા માટે રાજ્ય અને કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપના નેતાઓએ રીતસર આંદોલન જગાવ્યું છે.

ભારતમાં બે કરોડ ગેરકાયદે ઘૂસણખોર બાંગ્લાદેશી રહેતા હોવાનું કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી કિરણ રીજીજુએ નવેમ્બર 2016માં સંસદમાં રજૂ કરેલા આંકડાઓમાં દર્શાવ્યું હતું. પણ કાયદાકીય ગૂંચવાડાને કારણે માંડ થોડા હજારને પાછા મોકલવાનું શક્ય બને છે. સત્તારૂઢ ભારતીય જનતા પક્ષની દૃષ્ટિએ દેશમાં ગેરકાયદે ઘૂસણખોર અને શરણાર્થીની વ્યાખ્યામાં ધર્મવિશેષનું મહત્ત્વ રહેલું છે. અન્ય દેશમાંથી હિંદુ, શીખ અને બૌદ્ધ નાગરિકો ગેરકાયદે ઘૂસી આવે તો તેમને શરણાર્થી ગણવામાં આવે છે, પરંતુ મુસ્લિમ ઘૂસણખોરોને ગેરકાયદે ઘૂસણખોર ગણીને પાછા કાઢવાની કાર્યવાહીનો આગ્રહ રાખવામાં આવે છે. લોકસભાની છેલ્લી ચૂંટણી વખતે તરીકે નરેન્દ્ર મોદી કહેતા હતા કે અમે સત્તામાં આવતાંની સાથે બાંગ્લાદેશી ઘૂસણખોરોને પાછા કાઢવાના છીએ. પણ સત્તામાં આવ્યા પછી દિશામાં કોઈ સક્રિય કાર્યવાહી થઈ હોય એવું ત્રણ વર્ષ વિત્યાં પછી પણ જાણવા મળ્યું નથી.

}haridesai@gmail.com

ભેદભાવ|સત્તાધીશ પક્ષની દૃષ્ટિએ દેશમાં ‘ગેરકાયદે ઘૂસણખોર’ અને ‘શરણાર્થી’ની વ્યાખ્યા તેમના ધર્મ પરથી નક્કી થાય છે

અન્ય સમાચારો પણ છે...