• Gujarati News
  • National
  • નોટબંધીને ચાર મહિના થયા છતા આજે પણ લોકોને નાણાં નથી મળતા

નોટબંધીને ચાર મહિના થયા છતા આજે પણ લોકોને નાણાં નથી મળતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેપારી એસોસીએશને લોકોને સાથે રાખી બેઠક યોજી તંત્રને કરી ઉગ્ર રજુઆત

વડાલ બીઓઆઇમાં પૂરતા પૈસા નહીં મળે તો ગામ બંધની ચિમકી અપાઇ

નોટબંધીથઇ તેને ત્રણ મહિનાથી પણ વધારે સમય વિતી ગયો છે. છતાં વડાલમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયામાં આજના દિવસે પણ ગ્રાહકોને પુરતા નાણાં નથી મળી રહ્યા. જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પુરતા નાણાં બેંક નહીં આપે તો ગ્રામજનોએ ગામ સજ્જડ બંધ પાડવાની ચિમકી ઉચ્ચારી છે. બેંકમાં 10 ગામનાં લોકો ખાતુ ધરાવતા પરંતુ બેંકમાં જયારે પૈસા ઉપાડવા આવે ત્યારે માત્ર ધરમનો ધક્કો થાય બાબતને લઇને વેપારી એસો.ની બેઠક મળી હતી.

એટીએમમાં પણ નાણાં નથી

વડાલગામમાં માત્ર એક એટીએમ છે જેમાં પણ છેલ્લા ઘણા સમયથી નાણાં ભરવામાં આવ્યા નથી જેથી ગામનાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી એટીએમમાં પણ પુરતા નાણાં નાંખવામાં આવે તેવી પણ વેપારી એસો. દ્વારા રજુઆત કરવામાં આવી છે.

એટીએમનાં દરવાજે લાગ્યા છે બંધનાં બોર્ડ. તસ્વીર- મનિષ જોષી

અન્ય સમાચારો પણ છે...