• Gujarati News
  • National
  • વંથલી નગરપાલિકાનું બજેટ થયું નામંજુર, ચીફ ઓફિસર રજા પર

વંથલી નગરપાલિકાનું બજેટ થયું નામંજુર, ચીફ ઓફિસર રજા પર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમામ સદસ્યો વિરોધ મુદ્દે મગનું નામ મરી પાડતા નથી

વંથલીન.પા.ાની ગુરૂવારે સામાન્ય સભા મળી હતી જેમાં બજેટ નામંજુર કરવામાં આવ્યું હતું. સભામાં પ્રમુખ સહિત તમામ સદસ્યો હાજર રહયાં હતાં પરંતુ કયા મુદ્દે બજેટને નામંજુર કરાયું અંગે મગનું નામ મરી પાડવા તૈયાર હતાં. જોકે ગ્રાન્ટમાં અસમાનતાનાં હોવાનાં કારણે તમામ સદસ્યોએ બજેટ નામંજુર કર્યુ હોવાનું જાણવા મળ્યું હતું. અંગે પાલિકાનાં ચીફ ઓફિસર સાંગાણીનો શુક્રવારે સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, ગુરૂવારે બજેટ અંગેની મિટીંગ હતી. પરંતુ મારે કૌટુંબિક કામનાં લીધે અમદાવાદ જવાનું થયું હોવાથી હું બે દિવસથી રજા પર છું અને બજેટ નામંજુર થયું હોવાની મને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી અને અંગેની વધુ વિગતો એકાઉન્ટ શાખા પાસે હોઇ શકે છે. જેથી એકાઉન્ટ વિભાગનાં મહિપત સિંહનો ટેલિફોનિક સંપર્ક કરીને બજેટ કયા મુદ્દે નામંજુર થયું અંગેની પૃચ્છા કરવામાં આવતા એમણે પણ કયાં કારણોથી બજેટ નામંજુર થયું એની મને કોઇ જાણ હોવાનું જણાવ્યું હતું. વંથલી પાલિકામાં ભાજપનાં 8, કોંગ્રેસનાં 5 અને સમાજવાદી પાર્ટીનાં આઠ સહિત 21 સભ્યોનું સંખ્યાબળ છે અને ગુરૂવારે મળેલી સામાન્ય સભામાં તમામ સદસ્યો હાજર હતાં પરંતુ બજેટ કયા કારણોસર નામંજુર કર્યુ અંગે સ્પષ્ટતા કરવામાં દુર ભાગી રહયાં હતાં. આમ પાલિકાનાં સદસ્યોની રાજકીય રમતનો ભોગ પ્રજાજનોને અને વિકાસ કામો પર થઇ રહયો હોવાનું લોકોમાં ચર્ચાઇ રહયું છે.

અન્ય સમાચારો પણ છે...