તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાવરકુંડલામાં એમ્બ્યુલન્સે બાઇકને હડફેટે લીધુ, 2 ને ઇજા

સાવરકુંડલામાં એમ્બ્યુલન્સે બાઇકને હડફેટે લીધુ, 2 ને ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રા. આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનો ચાલક અકસ્માત સર્જી નાસી છુટયો

સાવરકુંડલાનાજીરા ગામના રોડ પાસે બે દિવસ પહેલા એક એમ્બ્યુલન્સના ચાલકે મોટરસાયકલને હડફેટે લીધા હતા. જે અકસ્માત સર્જાતા બે વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોચાડીને એમ્બ્યુલન્સ ચાલક ફરાર થઇ ગયો હતો. સાવરકુંડલાના જીરા ગામમાં રહેતા સલીમભાઇ ઇબ્રાહીમભાઇ કુરેશી નામના યુવાનનો ભાઇ બે દિવસ પહેલા મોટરસાયકલ પર જીરા ગામના રોડ જઇ રહ્યો હતો. દરમ્યાન જીરાગામની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ નં.જી.જે.18.જી.8462ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇ ભરી રીતે ચલાવીને સાઇટમાંથી યુવાનના ભાઇની મોટરસાયકલ સાથે ભટકાવી હતી. જે મોટરસાયકમાં યુવાનના ભાઇની સાથે એક વ્યક્તિ પણ હતી જે અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને અને સાથે રહેલી વ્યક્તિને શરિરે નાની મોટી ઇજાઓ થતા દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...