તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 7 વર્ષની ઉંમરમાં માતાએ ટેનિસ ક્લબમાં કહ્યું પરેશાન ના કરીશ, લે રેકેટ, દીવાલ ઉપર બોલથી હિટ કર, અહીં

7 વર્ષની ઉંમરમાં માતાએ ટેનિસ ક્લબમાં કહ્યું - પરેશાન ના કરીશ, લે રેકેટ, દીવાલ ઉપર બોલથી હિટ કર, અહીંથી અઝારેન્કાએ ટેનિસ રમવાનું શરૂ કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જ્યારે પૂરો પ્રયત્ન કરશો તો પોતાનું બેસ્ટ આપી શકશો...જીવનમાં કશુંક મેળવવા માટે ફક્ત એક રીત છે. ઇચ્છા અને ઝનૂન બધું છે. બેલારુષની ટેનિસ સ્ટાર વિક્ટોરિયા અઝારેન્કાનું હંમેશા આવું માનવું છે. તેથી તો તે ખાસ ખેલાડીઓમાં સામેલ છે, તેણીએ બાળકને જન્મ આપ્યા પછી રમતમાં વાપસી કરી છે. સેરેના વિલિયમ્સનું ઉદાહરણ તો બધાની સામે છે જ, જ્યારે તેણે પ્રેગ્નેન્સી દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓપન જીતી હતી. ખેલાડીઓ વિશે ચર્ચા તો પહેલા થઈ ચૂકી છે પણ આજે અમે વાત કરવા માંગીએ છીએ અઝારેન્કાની.

વિક્ટોરિયાનો જન્મ 31 જુલાઈ 1989માં મિંસ્ક (બેલારુષ)માં થયો હતો. પિતા ફેડર અને માતા એલા પુત્રીને વિકા કહીને બોલાવતા હતા. માતા ટેનિસ ક્લબમાં કામ કરતી હતી. જ્યારે વિકા 7 વર્ષની થઈ તો માતા સાથે ક્લબમાં જતી હતી. ત્યાં પુત્રી પરેશાન કરે તે માટે એલાએ તેને ટેનિસ રેકેટ પકડાવી દેતી અને કહેતી કે બોલને દીવાલ સાથે હિટ કરો. તે કામ કરતી રહેતી અને વિકા રમતી રહેતી હતી. અહીંથી ટેનિસમાં થોડો-થોડો રસ જાગ્યો હતો. કેટલાક સમય પછી અા રમતમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય કરી લીધો હતો. 2003માં અઝારેન્કાએ પ્રોફેશનલ લેવલ ઉપર પ્રથમ મેચ રમી હતી. અઝારેન્કાએ 15 વર્ષની ઉંમરમાં ટેનિસ માટે બેલારુષ છોડીને એરિઝોનામાં રહેવા લાગી હતી. 2005માં જૂનિયર લેવલ પર ઓસ્ટ્રેલિયન ઓપન અને યૂએસ ઓપન જીત્યું હતું. જૂનિયર ડબલ્સમાં તો તે ચારેય ગ્રાન્ડસ્લેમ જીતી ચુકી છે. 2007માં પ્રથમ વખત ડબલ્યૂંટીએ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી.

જ્યારે 2009માં પ્રથમ વખત ડબલ્યૂૂટીએ સિંગલ્સ વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમ વખત ટોપ-10માં સ્થાન બનાવ્યું હતું. બે વર્ષ પછી અચાનક ટેનિસમાંથી બ્રેક લઈને અભ્યાસ પર ફોક્સ કરવાનો નિર્ણય કર્યો હતો. બધા માટે આશ્ચર્યજનક હતું, કારણ કે તે રમતમાં સતત સારું કરી રહી હતી. પછી તેની દાદીએ રમત પર ફોક્સ કરવા સમજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...