તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિંમતનગરના 18 યાત્રીઓ બાલતાલમાં ફસાયા

હિંમતનગરના 18 યાત્રીઓ બાલતાલમાં ફસાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારેમોડી સાંજે અમરનાથ યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહેલ યાત્રીઓ ઉપર બાતેંગુ નજીક આતંકવાદીઓએ કરેલ હૂમલા બાદ સમગ્ર વિસ્તારોમાં હાઇએલર્ટ સ્થિતિ સર્જાયા બાદ અન્ય યાત્રીઓને બાલતાલ આર્મી કેમ્પ ખાતે રોકી દેવાયા છે. સુરક્ષા કારણોસર મંગળવારે પણ તેમને નીકળવાની પરમીશન આપવામાં આવી હતી. જેમાં સાબરકાંઠા જિલ્લાના 18 યાત્રીઓ હાલપૂરતા ફસાયા છે.

અમરનાથ યાત્રાનુ આયોજન કરનાર શક્તિ ટ્રાવેલ્સના દીલીપભાઇએ જણાવ્યુ હતુ કે જિલ્લાના તમામ યાત્રીઓ સુરક્ષિત છે અને હાલ બાલતાલ આર્મી કેમ્પમાં સુરક્ષા કારણોસર રોકવામાં આવ્યા છે. લકઝરી બસના ચાલક રાકેશભાઇ રમણભાઇ સગરે વિગતવાર માહીતી આપતા જણાવ્યુ હતુ કે બનાવના દિવસની સાંજે 35 જેટલા યાત્રીઓ દર્શન કરી પરત આવી ગયા હતા. પરંતુ ચાર પાંચ યાત્રીઓ બાકી હોવાથી રોકાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...