તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 6 કલાકના ડ્રામા બાદ નિમણૂક...વાંચો રમત પાને

6 કલાકના ડ્રામા બાદ નિમણૂક...વાંચો રમત પાને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વઓલરાઉન્ડર રવિ શાસ્ત્રીની ટીમ ઇન્ડિયાના નવા કોચ તરીકે વરણી કરી લેવામાં આવી છે. જ્યારે ભૂતપૂર્વ પેસ બોલર ઝહીર ખાનની બોલિંગ કોચ તરીકે નિમણૂક કરાઈ છે. મુંબઈના ક્રિકેટ સેન્ટર ખાતે આયોજિત ઇન્ટરવ્યૂના એક દિવસ બાદ બીસીસીઆઈએ શાસ્ત્રીના નામની જાહેરાત કરી હતી. ટીમ ઇન્ડિયાનો સુકાની વિરાટ કોહલી પહેલાથી શાસ્ત્રીના નામની તરફેણ કરતો હતો. વીરેન્દ્ર સેહવાગ, ટૉમ મૂડી, રિચર્ડ પાયબસ અને લાલચંદ રાજપૂતે પણ સૌરવ ગાંગુલી, સચિન તેન્ડુલકર અને વીવીએસ લક્ષ્મણની સમિતિ સામે સોમવારે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. 2014થી 2016 સુધી ટીમ ઇન્ડિયાના ડાયરેક્ટર પદે પણ શાસ્ત્રીએ સેવા આપી છે. શાસ્ત્રી 2019ના વર્લ્ડ કપ સુધી કોચ રહેશે.

ઝહીર ખાન

રવિ શાસ્ત્રી

સુકાની વિરાટ કોહલીની પસંદ

2014-15નાઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મહેન્દ્રસિંહ ધોનીએ ઓચિંતા સંન્યાસની જાહેરાત કરતા વિરાટ કોહલીને ટીમ ઇન્ડિયાનું સુકાન મળ્યું હતું. ત્યારે શાસ્ત્રી ટીમના ડાયરેક્ટર હતા. તે સમયથી શાસ્ત્રીના કોહલી સાથે સારા સંબંધ હોવાનું કહેવાય છે.

ઝહીર બોલિંગ કોચ, મોડી રાત્રે જાહેરાત

કોહલી સામે BCCI ઘૂંટણીયે, શાસ્ત્રી ટીમ ઇન્ડિયાના નવા કોચ

અન્ય સમાચારો પણ છે...