• Gujarati News
  • National
  • અમેરિકામાં માર્ટિન લ્યુથર કિંગ જુનિ.ના હત્યારા જેમ્સને 99 વર્ષની કેદ થઇ હતી

અમેરિકામાં માર્ટિન લ્યુથર કિંગ જુનિ.ના હત્યારા જેમ્સને 99 વર્ષની કેદ થઇ હતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1969-માં આજના દિવસે માર્ટિન લ્યુથર કિંગના હત્યારા જેમ્સ અર્લ રેને 99 વર્ષની કેદની સજા ફટકારાઇ હતી. માનવઅધિકારો માટે લડનારા ગાંધીવાદી કિંગની હત્યા 1968માં એક બંદૂકધારીએ કરી હતી. તેઓ ત્યારે મેમ્ફિસમાં એક રેલી માટે ગયા હતા. હત્યા બાદ કેસની તપાસ એફબીઆઇને સોંપાઇ હતી. એફબીઆઈએ જેમ્સ અર્લ રેની ધરપકડ કરી હતી. રેએ શરત સાથે ગુનો કબૂલ્યો હતો કે તેને મોતની સજા નહીં અપાય. તે બાદ કોર્ટે તેને 99 વર્ષની સજા ફટકારી હતી. જોકે, સજા બાદ પણ સ્પષ્ટ નહોતું થઇ શક્યું કે કિંગની હત્યા કોઇ કાવતરાનો ભાગ હતી કે પછી કોઇ માથાફરેલા ગુનેગારનું કરતૂત.

અન્ય સમાચારો પણ છે...