• Gujarati News
  • National
  • રાજકોટ | ઓશોસત્ય પ્રકાશ ધ્યાન મંદિરે તા 12મીને રવિવારે 51મી

રાજકોટ | ઓશોસત્ય પ્રકાશ ધ્યાન મંદિરે તા 12મીને રવિવારે 51મી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ઓશોસત્ય પ્રકાશ ધ્યાન મંદિરે તા 12મીને રવિવારે 51મી ઓશો ધ્યાન શિબિર, સન્યાસોત્સવ, સંતવાણી સહિતના આયોજનો કરાયા છે. રવિવારની શિબિરનું સંચાલન સ્વામી પ્રેમમૂર્તિ કરશે. ઉપરાંત રાત્રે સંતવાણીના કાર્યક્રમમાં ગંગાસતી સહિતના બીજા અનેક ભજનોની રમઝટ બોલાવાશે. વખતે રવિવાર પૂનમ, હોળી, ધુળેટી હોવાથી બે દિવસીય ત્રિવેણીસંગમ સમા કાર્યક્રમ યોજાશે. રવિવારે સવારે સક્રિય ધ્યાન, ગુરુવંદના, ધ્યાન પ્રયોગો, બપોરે મહાપ્રસાદ, સાંજે વીડિયો દર્શન, સંધ્યા ધ્યાન, ઓશો કીર્તન, સન્યાસ ઉત્સવ સહિતના આયોજનો યોજાશે. સોમવારે સવારે 9 થી 12 સુધી ઓશો ધ્યાન મંદિરે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે. ત્રિવેણી મલ્ટિકલર બે દિવસીય ઓશો ધ્યાન શિબિરમાં ભાગ લેવા મગતા લોકોએ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, 4 વૈદવાડી, ગોંડલ રોડ રાજકોટ ખાતે સંપર્ક કરવો.

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ધ્યાન શિબિર, સોમવારે ધુળેટી ઉત્સવ

અન્ય સમાચારો પણ છે...