તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાહનોની આગચંપીને પગલે ભોપાલ ઇન્દોર હાઇવે 4 કલાક બંધ, શાંતિ માટે ઉપવાસ કરવાની મુખ્યમંત્રી શિવરાજ

વાહનોની આગચંપીને પગલે ભોપાલ-ઇન્દોર હાઇવે 4 કલાક બંધ, શાંતિ માટે ઉપવાસ કરવાની મુખ્યમંત્રી શિવરાજસિંહની જાહેરાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યપ્રદેશના સાત જિલ્લાઓમાં સળંગ ચોથા દિવસે ખેડૂતોનું હિંસક આંદોલન યથાવત રહ્યું હતું. શુક્રવારે આંદોલન રાજ્યના પાટનગર ભોપાલ સુધી પહોંચ્યું હતું. આંદોલનકારીઓએ ઇન્દૌર-ભોપાલ હાઇવે પર અનેક વાહનો પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. તથા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં શાંતિ ...અનુસંધાન પાના નં. 8સ્થપાય માટે આજથી ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી હતી.

મંદસૌરમાં 7 જૂને થયેલા પોલીસ ગોળીબારમાં ઘાયલ એક ખેડૂતનું શુક્રવારે ઇન્દૌરની હોસ્પિટલમાં મોત થયું હતું. ભોપાલ-ઇન્દૌર હાઇવે પર આંદોલનકારીઓએ બે બસો અને એક ટ્રકમાં તોડફોડ કરી હતી. રસ્તાની આસપાસ ખેતરોમાં બનેલા ઘરોમાં આંદોલનકારીઓએ છુપાઈને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. બબાલને કારણે ચાર કલાક સુધી હાઇવો બંધ રહ્યો હતો. બીજી તરફ ધારમાં પણ ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.હિંસા રોકવા સાઇબર નિષ્ણાંતોની મદદ લેવાઈ મધ્ય પ્રદેશમાં ખેડૂતોની હિંસા પર અંકુશ મેળવવા માટે પોલીસે સાઇબર નિષ્ણાંતોની મદદ લીધી હતી. તેમની મદદથી સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે. તથા 100થી 200 જેટલા ચોક્કસ શબ્દો (કી વર્ડ) નક્કી કરવામાં આવ્યા છે અને તેના આધારે અફવાઓ ફેલાતી રોકવા માટે નજર રખાઈ રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં મોબાઇલ સેવા બંધ કરવાનું સૂચન પણ કર્યું હતું.

ભોપાલમાં શુક્રવારે આંદોલનકારી ખેડૂતોને અટકાવી રહેલા જવાનો.

અન્ય સમાચારો પણ છે...