તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રામા સાતમ આઠમના મેળાને મંજુરી મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા | ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા પરીસ્થિતિને ધ્યાને લઈને છેલ્લા ચાર વર્ષથી શીતળા સાતમનો ચાર દિવસનો મેળો બંધ હતો. ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા જનરલ બોર્ડમા ઠરાવ કરી આ વર્ષ મેળો યોજવાનો ઠરાવ કર્યો હતો. પરંતુ મેળાની મજુરી માટે અવરોધ ઉભા થયા હતા. ત્યારે સિટી પોલીસ દ્વારા મેળા માટે મજુરી સાથેનો અભીપ્રાય આપતા ધ્રાંગધ્રામાં ચાર વર્ષ બાદ શીતળા સાતમનો મેળો યોજાશે. આમ મેળા માટેની મંજુરી મળી જતા ધ્રાંગધ્રાના વેપારીઓમા અને લોકોમા આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...