તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝીંઝુવાડાના દારૂ કેસના આરોપીના જામીન નામંજૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી તાલુકાનાં ઝીઝુવાડા ગામે વિદેશી દારૂનો રૂ.21 લાખનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેના આરોપી વિક્રમભાઇ ઠાકોર ધ્રાંગધ્રા એડીશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જ્યારે કોર્ટ દ્વારા આરોપીના જામીન નામંજુર કરવામાં આવ્યા હતા. પાટડી તાલુકાનાં ઝીઝુવાડા ગામે વિદેશી દારૂના કટીંગ ચાલતુ હતુ. ત્યારે ઝીઝુવાડા પોલીસે રેડ પાડી રૂપીયા 21 લાખના વિદેશી દારૂ સાથે આરોપી વિક્રમભાઈ ઠાકોરને ઝડપી પાડ્યો હતો. વિક્રમભાઈ ઠાકોરે ધ્રાંગધ્રા એડીશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામા આવી હતી. આ અંગે એડીશનલ સેશન્સ કોર્ટમા જામીન અરજી સામે તપાસ અધિકારી દ્વારા રજુ કરાયેલું આરોપી વિરૂધ્ધનુ સોગંધનામું અને સરકારી વકીલ વાસુદેવભાઈ.એચ.ભટ્ટની દલીલોને ધ્યાને લઈને એડીશનલ સેશન્સ જજ એસ.એમ.પુરોહિતે આરોપીના જામીન નામંજુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...