ધ્રાંગધ્રા પાલિકામાં સોમવારે જનરલ બોર્ડની મિટિંગ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમૂખની વરણી થયા બાદ કારોબારી સહિત વિવિધ કમકટીની રચના કરવા માટે જનરલ બોર્ડ 6 ઓગસ્ટ 18ના રોજ યોજાશે. આથી સત્તાધારી ભાજપના સભ્યો દ્વારા કમીટીના ચેરમેન બનવા માટે દોડધામ શરૂ કરી લોબીઇંગ કરતા જોવાં મળતા શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહયો છે.

ધ્રાંગધ્રા નગરપાલિકા પર લાંબા સમયથી ભાજપનુ એક હથ્થુ શાસન છે. અને કુલ 36 સભ્યોમાં ભાજપ પાસે 25 અને કોંગ્રેસ પાસે 11 સભ્યો છે. આથી ભાજપની સતા છે પ્રમુખ ધીરૂભા પઢીયાર અને ઉપ્રમૂખ દિલીપસિહ ઝાલાની વરણી થયા બાદ કારોબારી સહિત વિવિધ કમીટીની વરણી કરવા માટે 6 ઓગસ્ટના રોજ જનરલ બોડઁ યોજાવાનુ છે. જેને લઈને ભાજપના જિલ્લાના આગેવાનો દ્વારા સભ્યો અને આગેવાનો અને પદાધિકારી સાથે વિચાર વિમસ કરી સોમવારના રોજ બંધ કવરમાં નામોની જાહેરાત કરશે. જેમાં કારોબારી, બાધકામ, ટાઉનપ્લાનીંગ, લાઈટ સેનીટેશન સહિતના ચેરમેન બનવા માટે દોડધામ કરતા જોવા મળી રહયા છે. આમ કારોબારી સહીત વિવિધ કમીટીના ચેરમેનની ચૂંટણીને લઈને ગરમાવો જોવા મળી રહયો છે.

અન્ય સમાચારો પણ છે...