તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજપોલ સાથેના તાર પર કપડાં સુકવતાં પત્નીનું શોકથી, બચાવતાં પતિનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાના ધોળી ગામની સીમમાં દાહોદનો પરિવાર મજુરી કામ કરતા હતા. તે દરમિયાન કપડા સુકવવા ગયેલી પત્નીને શોક લાગ્યો હતો. આથી પતિ તેને બચાવા જતા બંનેને શોક લાગતા ઘટના સ્થળે જ પતિ-પત્નીના મોત થયા હતા. પોલીસે બંનેની લાશને ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં પીએમ માટે મોકલી આપી હતી. જ્યારે વરસાદી ભેજના કારણે શોક લાગ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ હતું.

ધ્રાંગધ્રા પંથક પિયત વિસ્તાર હોવાથી મોટી સંખ્યામા આદીવાસી મજુરો પરિવાર સાથે રહી ખેતી કામ કરે છે. ત્યારે ધોળી ગામની સીમમાં વનમાળીભાઈ પટેલની વાડીમાં દાહોદનું દંપતી ખેતીનું કામ કરતા હતા. રવિવારે ચાર વાગ્યાની આસપાસ 23 વર્ષીય સવીતાબેન ગણપતભાઈ ગરાસીયા વાડીમાં વીજપોલ સાથે બાંધલા તાર પર કપડા સુકવવા જતા વીજશોક લાગ્યો હતો. આથી તેમના પતિ ગણપતભાઈ બહાદુરભાઈ ગરાસીયા પત્નીને બચાવવા દોડી ગયા હતા. પત્નીને બચાવવા જતા તેમને પણ શોક લાગ્યો હતો. આથી શોક લાગવાથી દંપતીનું સ્થળ પર જ મોત થયું હતું. આ બનાવ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી જઈ બંનેના પરિવારજનોને જાણ કરી અકસ્માત અંગેનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે વાડીએ વીજથાંભલા સાથે બાંધેલા કપડા સુકવવાના તારમાં ભેજ આવી ગયો હોવાના કારણે શોક લાગ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, ધોળી ગામ આસપાસના વિસ્તારમાં ખેતીને લગતું કામ વધારે હોવાથી ગોધરા અને દાહોદના આદિવાસી મજૂરો મોટી સંખ્યામાં અહીં મજૂરી માટે આવે છે.

બાળકીએ માતાપિતાની છત્રછાયા ગુમાવી
ધોળીની સીમમાં શોક લાગતા દપંતીના મોત થયા હતા. પરંતુ તેઓની એક વર્ષની બાળકી ઓરડીમાં ઘોડિયામાં સુતી હોવાથી બચી ગઇ હતી. પણ નાની એવી બાળકીને કયા ખબર હતી કે, લાડ લડાવનારા માતા પિતાની છત્ર છાયા હવે નથી રહી.

અન્ય સમાચારો પણ છે...