સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ અાચર્યાની ફરિયાદ

સગીરા સુખપર મેળામાં જઈ રહી હતી બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:20 AM
Dhrangadhra - સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ અાચર્યાની ફરિયાદ
ધ્રાંગધ્રામા રહેતા બે શખ્સોએ ધ્રાંગધ્રા-હળવદ રોડ પર પીપળાના પાટીયા પાસે સુખપર મેળામા જવા માટે ઉભેલી સગીરાનુ કારમાં અપહર કરી લઈ ગયા હતા. ત્યારબાદ સગીરા સાથે દુષ્કર્મ કર્યાની ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ધ્રાંગધ્રાના ચુલી ગામથી સુખપર મેળામા જવા માટે સગીરા નીકળી હતી. તે માટે રસ્તામાં પીપળાના પાટીયા પાસે ઉભી હતી. તે દરમિયાન શૈલેષભાઇ રાણાભાઈ ગમારા અને મહેશભાઈ વાલાભાઈ ગમારા કાર લઈને આવ્યા અને સગીરાને કારમાં બેસાડી લઈ ગયા હતા. ત્યારબાદ સગીરાને હળવદ અને કચ્છમાં મરજી વિરૂદ્ધ દુષ્કર્મ કરી ધમકી આપી હતી. જ્યારે કચ્છમાં યુવતીને ગભરાયેલી હાલતમાં યુવતીના જ્ઞાતીજનો જોઇ જતા આ અંગે યુવતીના પરીવારજનોને જાણ કરી યુવતીને પરત લાવી પુછપરછ કરતા સગીરાએ પોતાના પર વિતેલી આપવીતી જણાવી હતી. આથી બન્ને શખ્સો સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં સગીર યુવતીની માતાએ ફરીયાદ નોધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ ખુમાનસિંહ વાળાએ હાથ ધરી છે.

X
Dhrangadhra - સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ અાચર્યાની ફરિયાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App