ધ્રાંગધ્રાની બાંભાશેરીમાં જુગાર રમતાં 6 ઝડપાયા

રોકડ, મોબાઇલ પોલીસને મળ્યા 75 હજારનો મુદ્દામાલ કબજે કરાયો

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:20 AM
Dhrangadhra - ધ્રાંગધ્રાની બાંભાશેરીમાં જુગાર રમતાં 6 ઝડપાયા
ધ્રાંગધ્રામાં સિટી પોલીસે બાતમીના આધારે બાંભાશેરી વિસ્તારમા રહેણાંક મકાનમાં રેડ પાડી હતી. જેમાંજુગાર રમતા 6 શખ્સોને રોકડ અને મોબાઈલ સહિત રૂ.75હજારના મુદામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા દારૂ જુગારની પ્રવૃતીઓને અટકાવવા પોલીસ ઠેરઠેર દરોડા કરી રહી છે. ધ્રાંગધ્રા બાંભાશેરી વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી પોલીસે દરોડો કર્યો હતો.આથી જુગારીઓમા દોડધામ મચી ગઇ હતી. પરંતુ પુર્વ તૈયારી સાથે આવેલી પોલીસ જુગાર રમતા મકાન માલિક જયદિપસિંહ ઉર્ફે પપ્પુ વજુભા ઝાલા, મફાભાઈ મુધવા, અફઝલભાઈ કોરડીયા, જયેશભાઇ પુજારા, આસીફભાઈ ઘાંચી, હરદેવસિંહ ઝાલાને ઝડપી લીધા હતા. જેની જુગારીઓ પાસેથી રોકડા 34 હજાર, મોબાઇલ નંગ પાંચ સહિત કુલ રૂ.75 હજારના મુદામાલ કબજે કરી જુગાર ધારા અંગેનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીમા પીઆઈ ખુમાનસિંહ વાળાની સુચનાથી પીએસઆઇ આર.જી.ગોહીલ અને ડીસ્ટાફ જોડાયા હતા.

X
Dhrangadhra - ધ્રાંગધ્રાની બાંભાશેરીમાં જુગાર રમતાં 6 ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App