તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રા-કુડા રોડ પરથી દારૂ ભરેલી કાર ઝડપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા | ધ્રાંગધ્રા-કુડા રોડ પર સતાપર પાસેથી તાલુકા પોલીસ દ્વારા બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન દારૂ સાથે કાર નિકળતા પોલીસને જોઈ આરોપી કાર ભગાડતા પોલીસે પીછો કરી કેનાલ પાસે કાર મુકી બે આરોપી ભાગી ગયા હતા. કુડા રોડ પર દારૂ ભરેલી કાર પસાર થવાની હોવા અંગે હકિકત મળી હતી. આથી તાલુકા પોલીસ દ્વારા વોચ ગોઠવતા શંકાસ્પદ હાલતમાં કાર નીકળી હતી. જેને ઉભી રાખવાનુ કહેતા ચાલકે કાર મુકી હતી. સતાપર પાસે આરોપી કાર મુકી ભાગી ગયો હતો. કારમાંથી 98 મોટી બોટલ વિદેશી દારૂની અને 480 નાની બોટલ કિંમત 76 હજારની ઝડપી પાડી કાર સહિત કુલ 2.76 લાખના મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પીઆઈ વી.આર.વસુનીયા પીએસઆઇ ડી.બી.ઝાલા સહિત સ્ટાફ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...