મારા ભાઇને પૂરતું જમવાનું અપાતું નહોતું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરાજીનાનાની પરબડી ગામે માનસિક અસ્વસ્થ નાનાભાઇને સાચવવા અને સારવાર કરવાને બદલે તેને પશુઓને બાંધવાના ખીલે સાંકળથી બાંધીને રખાતો હોવાનો કિસ્સો પ્રકાશમાં અાવ્યો છે.

નાનીપરબડી ગામે રહેતા બચુભાઇ કાપડિયાનો ત્રણ દીકરા અને પાંચ દીકરીઓનો પરિવાર છે. ખેતીની જમીન ધરાવતા સુખી સંપન્ન પરિવારમાં ત્રણ દીકરાઓમાં ગોપાલભાઇ સૌથી મોટા છે. જ્યારે અશ્વિન વચેટ અને રમેશભાઇ સૌથી નાના દીકરા છે. છેલ્લા 25 વર્ષથી વચેટ ભાઇ અશ્વિનને માનસિક રોગ લાગુ પડતા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. આમ છતા અશ્વિનની સ્થિતિમાં કોઇ સુધારો થતો નહોતો. અશ્વિનના નાનાભાઇ ગોવામાં રહેતા નિવૃત્ત આર્મીમેન ગોપાલભાઇ અને પાંચ બહેનોએ મોટાભાઇ ગોપાલભાઇને મળી અશ્વિનને સાચવવા અને અને તેના બદલામાં તેના ભાગની ત્રણ વીઘા જમીન રાખવા માટે સમજાવ્યા હતા. ગોવા રહેતા હોવા છતા રમેશભાઇ મોટાભાઇ અશ્વિનના ખબર અંતર પૂછવા નાનીપરબડી આવતા હતા,પરંતુ અશ્વિન બહાર ભાગી જાય છે તેવા બહાને તેને પશુઓને બાંધવાના ખીલે બાંધી રખાતો હતો. વાતની જાણ રમેશભાઇને થતાં તેઓ નાનીપરબડી આવ્યા હતા અને અશ્વિનને સારવાર કરાવવા લઇ પોતાની સાથે લઇ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પણ તેઓની વાત મોટાભાઇએ કાને ધરી નહોતી. જ્યાં અશ્વિનની દયનીય હાલત જોઇને સમાજ સુરક્ષા વિભાગની ટીમની આંખો પણ ભીની બની ગઇ હતી.

મિલકત માટે પરિવારજનો યુવાનને ક્રૂરતાપૂર્વક બાંધી રાખતા.

ભાઇની સાથે પશુ જેવું વર્તન હતું

માનસિકરીતે બીમાર મોટાભાઇ અશ્વિન બચુભાઈ કાપડિયાને પશુ જેવી કેદમાંથી છૂટકારો અપાવવા અરજી કરનાર નિવૃત્ત આર્મીમેને રમેશભાઈ કાપડિયાનો દિવ્ય ભાસ્કરે જ્યારે સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, મારા મોટાભાઈ ગોપાલભાઈ માનસિક રીતે છેલ્લા ઘણા સમયથી બીમાર રહેલા ભાઈને પશુની જેમ સાંકળથી બાંધી રાખતા હતા. તેમને જમવાનું પણ અનિયમિત આપતા હતા. તેની સારવાર પણ બંધ કરી દેવામાં આવી હતી. અગાઉ તેને વાડીમાં બાંધી રાખવામાં આવતા હતા પણ છેલ્લા થોડા માસથી ઘરમાં બાંધીને રખાતા હતા.

માનસિકબીમાર અશ્વિન ત્રણ વીઘા જમીનનો માલિક છે

નાનીપરબડીગામના સરપંચ પ્રવીણભાઈ છાસિયાએ જણાવ્યું હતું કે, અશ્વિન બચુભાઇ કાપડિયા ઘણા સમયથી માનસિક રીતે બીમાર છે. તેના નામે ત્રણ વીઘા જેટલી કિંમતી ખેતીની જમીન નાની પરબડી ગામે છે.

અન્ય સમાચારો પણ છે...