ધાર્મિક નોંધ તથા આરોગ્ય કેમ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ સાપ્તાહિકસત્સંગ, વૈદિક યજ્ઞ, ધૂન, ભજન, પ્રવચનનો કાર્યક્રમ 15મીફેબ્રુઆરીના સાંજે 5 થી 7 મહર્ષિ દયાનંદ માર્ગ, હાથીખાના, આર્ય સમાજમાં રાખવામાં આવ્યો છે.

{ ધોરાજીવાળાકામદાર પરિવાર દ્વારા સુરધનદાદા નાથજીદાદાના વીરગતિદિવસને અનુલક્ષી 19મી ફેબ્રુઆરીના કુળદેવી ખોડિયાર માતાના સાંનિધ્યમાં 26મા નવચંડી હવનનું ગોંડલમાં આયોજન કરાયું છે. કામદાર પરિવારના ભાઇઅો, બહેનો, દીકરા, દીકરીઓએ ઉપસ્થિત રહેવા વ્યવસ્થાપક દિનેશભાઇ કામદારે જણાવ્યું છે.

{ જનસેવામંડળ દ્વારા દાંત, ચામડી, એક્યુપ્રેસરનો નિ:શુલ્ક નિદાન, સારવારકેમ્પ 14મી ફેબ્રુઆરીના સવારે 9.30 થી 12.30 દૂધેશ્વર મહાદેવ મંદિર, બહારપરા, બસ સ્ટેન્ડ પાસે, માણાવદરમાં યોજાશે.

{ કાલાવડરોડ, હોલિસ્ટિક ક્યોર, 217, શ્રી મહાલક્ષ્મી કોમ્પ્લેક્સમાં 13 અને14મી ફેબ્રુઆરીના આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાશે.

{ કનકરોડ, એસ.ટી.બસ સ્ટેશન પાછળ, કૃષ્ણ ચિકિત્સાલયમાં દરરોજવિવિધ રોગ માટે આરોગ્ય સેવાઓ જાહેર જનતાને આપવામાં આવે છે. સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...