• Gujarati News
  • શોક લાગતાં યુવાન ગંભીર

શોક લાગતાં યુવાન ગંભીર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરિણીતા પાસે દહેજની માગણી

ઝેરી અસરથી માસૂમનું મોત

પોરબંદર |પોરબંદરના કડીયા પ્લોટમાં રહેતા વિરમ જીવા વેગડાની દીકરીના લગ્ન ધોરાજી નજીકના ખજુરડા ગામે થયા હતા. અને જસ્સીના બીજા લગ્ન હતા. અને જસ્સીબેનના હાથમાં શારીરિક ખોડ હોવાથી તે વ્યવસ્થિત કામ કરી શકતી હતી. તેમને કહેવામાં આવતું “તને કામ આવડતું નથી, તું કરીયાવરમાં ફ્રીજ, ટીવી લઈ આવ” તેમ કહી ત્રાસ આપવામાં આવતો હતો.

રાજુલા |રાજુલા તાલુકાના ભંડારીયા ગામના દુલાભાઇ રાણાભાઇ બારૈયાની અઢાર વર્ષની પુત્રી અર્પણા વાડીમાં કપાસમા ઝેરી દવાના છંટકાવનુ કામ કરી રહી હતી તે સમયે ઝેરી અસર થતા સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.

ખંભાળીયા |ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે રહેતા હરદાસભાઇ નારણભાઇ ગાગલીયા નામના આહીર યુવાનને ઇલેકટ્રીક મોટર ચાલુ કરતી વખતે શોક લાગતાં તેમને દાઝી ગયેલી હાલતમાં સારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ કરાયેલ છે. બનાવના પગલે ગાગલીયા પરિવાર ચિંતાતુર બની ગયો છે.