તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ પીડિતા કિશોરીએ બાળકને જન્મ દેવો પડશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીડિતા-બાળકની સરકાર સંભાળ લેશે

ધોરાજીની14 વર્ષની દુષ્કર્મ પીડિતાના ગર્ભમાં હવે જીવ આવી ગયો છે ત્યારે તેનો ગર્ભપાત કરી શકાય તેવી સ્પષ્ટતા સાથે જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ કિશોરીને બાળકને જન્મ આપવા આદેશ આપ્યો છે. જોકે જન્મ બાદ બાળકને એનજીઓની મદદથી અનાથાલયમાં મોકલી આપવા આદેશ આપ્યો છે.

ધોરાજીમાં 14 વર્ષની દુષ્કર્મ પીડિતાએ તેના 28 સપ્તાહના ગર્ભ પાત માટે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કિશોરીની તબિયત અંગે સોલા સિવિલ હોસ્પિટલને આદેશ આપ્યો હતો. હોસ્પિટલ દ્વારા કિશોરી સ્વસ્થ છે. તેણીના ગર્ભમાં રહેલા બાળકને જીવ આવી ચૂક્યો છે. કિશોરીની માનસિક સ્થિતિ પણ યોગ્ય છે જેથી તેણી બાળકને જન્મ આપવા સક્ષમ છે. તેવો અહેવાલ આપ્યો હતો. બાળકને અનાથાલયમાં એનજીઓ મારફત લઇ જવામાં આવે તેવું સૂચન કર્યું હતું.

શું હતો બનાવ

ધોરાજીનજીકના ગામમાં ખેત મજૂરની 14 વર્ષની દીકરી પર તેના પિતાના મિત્રએ દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને 24 સપ્તાહનો ગર્ભ હતો ત્યારે તેણીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા તેણીની માતા બાળકીને તબીબ પાસે લઇ ગઇ હતી. જ્યાં કિશોરી સાથે દુષ્કર્મ થયું હોવાની હકીકત બહાર આવી હતી.

ધોરાજીના કેસમાં હાઇકોર્ટનો આદેશ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો