• Gujarati News
  • માતા સાથે સંબંધ રાખનાર યુવાનની પુત્રના હાથે હત્યા

માતા સાથે સંબંધ રાખનાર યુવાનની પુત્રના હાથે હત્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામકંડોરણાનાકાનાવડલા ગામે ગુરુવારે સાંજે ત્રણ શખ્સો પૈકી એકની માતા સાથે આડાસંબંધ રાખનારા પર જીવલેણ હુમલો કર્યો હતો અને તેના પગલે યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને તેનું સારવારમાં મોત થતાં હુમલાની ઘટના હત્યામાં પરિણમી હતી. જામકંડોરણા પોલીસે ત્રણ શખ્સ સામે ખૂનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે વધુમાં મળતી વિગતો અનુસાર જામકંડોરણાના કાનાવડલા ગામે રહેતો દલિત યુવાન ભીખા હીરાભાઇ મકવાણાને ગામમાં રહેતા દયાબેન સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો અને તેની જાણ દયાબેનના બે પુત્રો રાજેશ લાખા મહિડા અને નિલેશ તેમજ રામભાઇને થતાં ત્રણેએ ગુરુવારે સાંજના સમયે ભીખા હીરાને ઘરે જઇને લાકડીથી માથામાં અને પગમાં માર મારતાં તેને ગંભીર ઇજા થઇ હતી અને લત્તાવાસીઓએ તેને 108ની મદદથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં સારવારમાં તેનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ભીખા હીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજીના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

સામે પક્ષે ભીખાના ભાઇ વિનોદ મકવાણાએ રાજેશ, નિલેશ અને રામભાઇ સામે ફરિયાદ નોંધાવતાં જામકંડોરણાના પીએસઆઇ સી જી જોશીએ ઉપરોક્ત આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી આરંભી છે.