ભાદર ડેમ-2ના પ્રદૂષિત પાણી મુદ્દે આંદોલન

ભાદર ડેમ-2ના પ્રદૂષિત પાણી મુદ્દે આંદોલન

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:30 AM IST
ધોરાજી ભાદર ડેમ-2ના પ્રદુષિત પાણી મામલે ધારાસભ્ય વસોયાના તા.11/8ના જળસમાધી કાર્યક્રમમાં હાર્દિક પટેલ સહિતના 10 ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડનાર છે.

ધોરાજી ભાદર ડેમ-2માં જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમીકલવાળુ પ્રદુષિત પાણી મામલે ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ નક્કર કાર્યવાહીની માગણી સાથે આદોલન શરૂ કરાયુ છે. જે અંગે ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ તા.11/8ના ભુખી ગામે ભાદર નદીમાં જળ સમાધી લેવાની ચિમકી અપી છે. આ અંગે ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ જણાવ્યુ હતું કે ભાદર ડેમ-2માં ડાઈંગ ઉદ્યોગના કલર કેમીકલવાળુ પ્રદૂષિત પાણી મામલે તંત્ર વાહકો દ્વારા નક્કર કાર્યવાહી નહીં કરાતાં ભાદર બચાવ આંદોલન શરૂ કરાયુ છેે. જે અંગે તા.11/8ના જળસમાધી લેવાના કાર્યક્રમનું આયોજન કરાયુ છે. આ કાર્યક્રમ લોકલડતમાં ટેકો આપવા માટે હાર્દિક પટેલ, લલિત કગથરા, પરસોતમભાઇ સાબરીયા, હર્ષદ રીબડીયા, બ્રિજેશ મેરજા, ચિરાગભાઈ કાલરીયા, પ્રવીણભાઈ મૂછડિયા, જે.વી.કાકડિયા, પ્રતાપ દુધાત, ભીખાભાઈ જોષી, બાબુભાઈ સહિતના ધારાસભ્યો અને અગ્રણીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહેનાર હોવાનું જણાવ્યુ હતું.

X
ભાદર ડેમ-2ના પ્રદૂષિત પાણી મુદ્દે આંદોલન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી